Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nirlipt Rai ની ટીમના પોલીસ કૉન્સ્ટેબલની વડોદરા ગ્રામ્ય પોલીસ કરશે ધરપકડ ?

ગેંગસ્ટર કમ બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા કૉન્સ્ટેબલને 1.75 કરોડ રૂપિયાના દારૂના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે
nirlipt rai ની ટીમના પોલીસ કૉન્સ્ટેબલની વડોદરા ગ્રામ્ય પોલીસ કરશે ધરપકડ
Advertisement

Nirlipt Rai : બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવાતા ગુજરાત પોલીસ (Gujarat Police) ના અનેક કૉન્સ્ટેબલ/અધિકારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે અને ચાલી રહી છે. બુટલેગરોને દારૂની ગાડીઓ ઠાલવવામાં સરળતા કરી આપનારા કૉન્સ્ટેબલ વાસ્તવમાં ચિઠ્ઠીના ચાકર હોય છે. તો કેટલાંક બદમાશ કૉન્સ્ટેબલ રૂપિયા માટે સાહેબોને ટપી જાય તેવા છે. ભરૂચના તત્કાલીન એસપી લીના પાટીલ ( Dr. Leena Patil) ની એલસીબી ટીમે કરેલો SMC લૉકેશન કાંડ ભૂલાય તેવો જરા પણ નથી. આ કાંડને પણ ટપી જાય તેવો મહાકાંડ સામે આવ્યો છે અને તે છે State Monitoring Cell ના કૉન્સ્ટેબલનો. ગેંગસ્ટર કમ બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા કૉન્સ્ટેબલને 1.75 કરોડ રૂપિયાના દારૂના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે અને તેની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.

DG સ્કવૉડ/એસએમસીનો ભૂતકાળ ભ્રષ્ટાચારથી ખરડાયેલો

રાજ્ય પોલીસની મહત્વની એજન્સીઓ પૈકીની એક State Monitoring Cell છે. ભૂતકાળમાં આને ડીજી સ્કવૉડ કહેતા હતા. આ સ્કવૉડ કહો કે, ટીમ વાસ્તવમાં તેનું કામ ઉઘરાણા કરવાનું હતું. ગુજરાતમાં ચાલતા બેનંબરના તમામ ધંધાવાળાઓને ડીજી સ્કવૉડ/SMC ની મંજૂરી લેવી પડે અને તગડું ભરણ પણ આપવું પડે. ભૂતકાળ અને વર્તમાનમાં ઘણો ફરક છે હાલના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) અને નિર્લિપ્ત રાય (Nirlipt Rai) એક અપવાદ કહી શકાય.

Advertisement

પોતાના માનીતા PI ને ડીજીએ સસ્પેન્ડ કર્યા હતા

કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બૉબી પટેલ (Bharat Patel alias Bobby Patel) ના કેસમાં તત્કાલીન ડીજીપી આશિષ ભાટીયાના માનીતા પીઆઈની વિકેટ પડી ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જવાહર દહિયા (PI Jawahar Dahiya) એ માનવ તસ્કરી કેસના આરોપી ભરત ઉર્ફે બૉબી પટેલની ગેરકાયેદસર રીતે પૂછપરછ કરી હતી. આરોપી પાસેથી મળેલી હક્કિત ઉચ્ચ IPS અધિકારીને પહોંચાડી બંનેએ માહિતી આધારે સારો એવો લાભ મેળવ્યો હતો. આ મામલે Nirlipt Rai એ તપાસ કરી રિપોર્ટ કરતા ગૃહ વિભાગે પીઆઈ દહિયાને સસ્પેન્ડ કરવા DGP Ashish Bhatia ને આદેશ કર્યો હતો. થોડાંક દિવસો બાદ ભાટીયાએ માનીતા પીઆઈને સસ્પેન્ડ કર્યો હતો.

Advertisement

ભરૂચ LCBને બુટલેગરોની મદદ કરવી મોંઘી પડી

બે વર્ષ અગાઉ મહિલા એસપી લીના પાટીલની જિલ્લા એલસીબી ભારે વિવાદમાં આવી હતી. તત્કાલીન એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ (PI Utsav Barot), બે પીએસઆઈ, એક હે.કૉ. અને એક પૉ.કૉ. સામે શંકાની સોય ચિંધાતા લીના પાટીલ મેદાનમાં આવ્યા હતા અને કેસની તપાસ મેળવી લીધી હતી. SMC ના અધિકારીઓના ગેરકાયદેસર મોબાઈલ લૉકેશન કઢાવીને બુટલેગરોને વેચતા હે.કૉ. અશોક બળદેવભાઈ અને પૉ.કૉ. મયુર ગોવિંદભાઈને આરોપી બનાવી જેલમાં ધકેલી દેવાયા હતા. આ મામલે ભરૂચ એસપી મયુર ચાવડા (M J Chavda) એ ખાતાકીય તપાસમાં બંનેનો લઘુત્તમ પગાર 18 હજાર પાંચ વર્ષ માટે (ભવિષ્યની અસર સાથે) તેમજ જિલ્લા બદલી અને હે.કૉ.ને પૉ.કૉ.ની પાયરીએ ઉતારી દેવાની સજા આપી છે.

સાજણ આહિરની કેમ કરાશે ધરપકડ ?

વડોદરા જિલ્લામાં 19 જુલાઈના રોજ 1.75 કરોડનો વિદેશી દારૂ પકડાયા બાદ બુટલેગરે 15 લાખ રૂપિયાનો હવાલો કૉન્સ્ટેબલના કહેવાથી કર્યો હોવાની માહિતી જાહેર કરી છે. ગેંગસ્ટર કમ બુટલેગર અનિલ જાટ ઉર્ફે પાંડીયા (Anil Jat alias Pandya) એ કરેલા ઘટસ્ફોટ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના કૉન્સ્ટેબલ સાજણ આહિર સામે સમગ્ર તપાસ કેન્દ્રીત થઈ હતી. સાજણ આહિર સામેના ગંભીર આરોપમાં આંગડીયા પેઢી કડીરૂપ સાબિત થઈ છે. તોડ મામલામાં સસ્પેન્ડેડ સાજણ આહિરની ભૂમિકા સ્પષ્ટ થઈ જતાં Nirlipt Rai એ તેની જીણવટપૂર્વક પૂછપરછ કરવાનો આદેશ આપ્યો હતો.  ફરજ મોકૂફ કૉન્સ્ટેબલ સાજણ આહિર (PC Sajan Ahir) ને અટકમાં લેવા તેમજ ધરપકડ કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :   Glade One Liquor Party : ગુજરાત પોલીસની નવી વ્યાખ્યા "દારૂની મહેફિલમાં બેસવું ગુનો નથી, પીવો તો જ ગુનો બને"

Tags :
Advertisement

.

×