ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

‘દાનનો અનેરો મહિમા’ વાળીનાથ મંદિરમાં પરિવારે કર્યુ દીકરાનું દાન, મહંત જયરામગીરી બાપુએ વ્યક્ત કર્યો રાજીપો

Valinath Temple: મહાશિવરાત્રિના પાવન પ્રસંગે વડનગર તાલુકાના જાસ્કા ગામના વતની કેતનભાઈ દેસાઈએ તેમના પરિવાર સાથે વાળીનાથ ધામ આવ્યા હતા
05:29 PM Feb 26, 2025 IST | VIMAL PRAJAPATI
Valinath Temple: મહાશિવરાત્રિના પાવન પ્રસંગે વડનગર તાલુકાના જાસ્કા ગામના વતની કેતનભાઈ દેસાઈએ તેમના પરિવાર સાથે વાળીનાથ ધામ આવ્યા હતા
Valinath Temple
  1. શિવની કૃપાથી જોડિયા પુત્રનો થયો હતો જન્મ
  2. મહાશિવરાત્રિના પાવન પ્રસંગે મંદિરમાં પુત્રદાન
  3. જાસ્કા ગામના કેતનભાઈ દેસાઈએ પુત્રદાન કર્યુ

Valinath Temple: મહાશિવરાત્રિનો આજે પાવન પર્વ છે, આજે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કીરને વાત કરવામાં આવે તો, આજના દિવસે લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન પણ કરતા હો છે. એટલું જ નહીં પરંતુ રૂપિયા સાથે અન્ય પણ ઘણી વસ્તુઓનું દાન થતું હોય છે. પરંતુ વાળીનાથ મંદિરમાં એવું દાન આપવામાં આવે છે, જે કોઈ સામાન્ય વાત નથી. વાળીનાથ મંદિરમાં એક પરિવારે પોતાન સગા દીકરાનું દાન કર્યું છે.

મહંત જયરામગીરી બાપુએ પણ રાજીપો વ્યક્ત કર્યો

આપણે ત્યાં શ્રીફળથી લઈને સોના-ચાંદી અને રોકડ રકમના દાન દેવાય છે. પરંતુ વિસનગરના વાળીનાથ ધામમાં દિકરાનું દાન દેવાયું છે. મહાશિવરાત્રિના પાવન પ્રસંગે વડનગર તાલુકાના જાસ્કા ગામના વતની કેતનભાઈ દેસાઈએ તેમના પરિવાર સાથે વાળીનાથ ધામ આવ્યા હતા. અહીં તેમણે બે પુત્રો પૈકી એક પુત્રને ગુરુદક્ષિણામાં આપીને માનતા પૂરી કરી હતી. મહંત જયરામગીરી બાપુએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ અંગે કેતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો.એ દરમિયાન તેમણે ગુરુજી પાસે માનતા રાખી હતી કે મારા ઘરે જો બે પુત્ર રત્ન આવશે તો એક વાળીનાથ ધામને અર્પણ કરીશ.

આ પણ વાंચો: Mahakumbh 2025: મહાશિવરાત્રીમાં અત્યાર સુધી 1.18 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન!

હજારોની મેદનીમાં આજે માનતા પૂર્ણ કરવામાં આવી

દવા-દુઆથી તેમના ઘરે ટ્વીનનો જન્મ થતાં શિવરાત્રિના પાવન દિવસે સહપરિવાર વાળીનાથ ધામ પહોંચીને માનતા પૂર્ણ કરી હતી. દીકરાના દાન મુદ્દે વાળીનાથ ધામ તરભના મહંત શ્રીજયરામગીરી બાપુએ જણાવ્યું હતું કે, 7 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવક તરીકે રોકાઈને સેવા કરી હતી અને સંકલ્પ લીધો હતો તેની ફળશ્રુતિ રૂપે આજે પૂર્ણ થયો છે. વાળીનાથ ભગવાનની વર્ષો જૂની પરંપરા પ્રમાણે માનતા રાખીને ભક્તો દીકરાને અર્પણ કરે છે. હજારોની મેદનીમાં આજે માનતા પૂર્ણ કરવામાં આવી છે. પરંપરા પ્રમાણે અભ્યાસ અર્થે સંસ્કૃત અભ્યાસ અને સનાતન ધર્મ-સંસ્કાર અને ધર્મના રક્ષણ માટે કાર્યમાં જોડાશે.

આ પણ વાंચો: Maha Shivratri : મહાશિવરાત્રી પર રાત્રિના છેલ્લા પ્રહારની પૂજાનો શુભ સમય કયો?

અહીં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ફળીભૂત પણ થાય છે

વાળીનાથ મંદિરનો મહિમા પણ ખુબ જ અનેરો છે, અહીં લોકોને મહાદેવ પર ખુબ જ શ્રદ્ધા છે, અને મહત્વની વાત એ છે કે, અહીં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ફળે છે તેવું પણ લોકો કહીં રહ્યાં છે. અહીં આવેલા એક ભક્તિ વાળીનાથના બાધા રાખી હતી અને તે ફળી જતા અત્યારે આ પરિવારે પોતાની દીકરાનું દાન આપ્યું છે. પરિવારે દીકરાનું દાન આપ્યું તો મહંત જયરામગીરી બાપુએ પણ આ બાબતે રાજીપો વ્યક્તિ કર્યો હતો. આ મંદિરમાં રોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાયુઓ આવી રહ્યાં છે.આ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newsholy occasion of MahashivratriKetanbhai Desai of Jaska villageLatest Gujarati NewsMahant Jayaramgiri BapuMahashivratriMahashivratri NewsShiva's graceson donatedson donated in Valinath templeValinath Templeજાસ્કા ગામના કેતનભાઈ દેસાઈદીકરાનું દાન કર્યુંમહંત જયરામગીરી બાપુમહાશિવરાત્રિના પાવન પ્રસંગવાળીનાથ મંદિર
Next Article