11 Years of Modi Government : આખું પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે - C.R. Patil
- PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી
- સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા
- ઈન્દિરા ગાંધીના 16 વર્ષ કરતા વધુ કામો PM મોદીના 11 વર્ષમાં થયા
11 Years of Modi Government : PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં જવાહરલાલ નહેરુના 18 વર્ષ કરતા વધુ કામ PM મોદીના 11 વર્ષમાં થયા છે. ઈન્દિરા ગાંધીના 16 વર્ષ કરતા વધુ કામો PM મોદીના 11 વર્ષમાં થયા છે.
પ્રગતિની ઝડપ છેલ્લા 11 વર્ષમાં વધી છે
પ્રગતિની ઝડપ છેલ્લા 11 વર્ષમાં વધી છે. 11 વર્ષ પહેલા તૃષ્ટિકરણની રાજનીતિ ચાલતી હતી. આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. 11 વર્ષમાં PM મોદીએ રાજકારણની દિશા બદલી છે. આ સરકાર વિકસિત ભારતના સંકલ્પ સાથે ચાલનારી સરકાર છે. કલમ 370, ત્રિપલ તલાક નાબૂદ કરનારી આ સરકાર છે. PM મોદીના નેતૃત્વમાં અકલ્પનીય નિર્ણયો લેવાયા છે. જેમાં 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર કઢાયા છે. દેશની ઈકોનોમી 10મા સ્થાનેથી ચોથા સ્થાને આવી છે.
ઓપરેશન સિંદૂરથી 100થી વધુ આતંકીઓનો ખાત્મો કરાયો
ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર અપાય છે. વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત લવાયા છે. 48 જેટલા દેશોમાં ભારતે ફ્રીમાં રસી પહોંચાડી છે. ઓપરેશન સિંદૂરથી 100થી વધુ આતંકીઓનો ખાત્મો કરાયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણા ઉડાવ્યા છે. મહિલા સશક્તિકરણના અનેક કામ PM મોદીએ કર્યા છે. આખુ પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે.
આ પણ વાંચો: Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો, રાઇડ વગર મેળો યોજાશે!