Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્યના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર, વાંચો આ મોટા સમાચાર

IAS Promotion and Transfer Order, Gujarat: ગુજરાતમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. આજે રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
gujarat  રાજ્યના 24 ias અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર  વાંચો આ મોટા સમાચાર
Advertisement
  1. રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર
  2. બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં
  3. એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી

IAS Promotion and Transfer Order, Gujarat: ગુજરાતમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. આજે રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે. આ સાથે એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી છે. આવા કુલ 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. વાંચો આ કોની ક્યાં બદલી કરવામાં આવી છે અને કોને બઢતી આપવામાં આવી છે.

Advertisement

રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો

વિગતે વાત કરવામાં આવે તો, પી.સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે. આ સાથે રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે અવંતિકા સિંહને GACL નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમૃતેશ ઔરંગાબાદકરને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીસ અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કે.સંપતની ખાણ ખનિજ વિભાગના MD તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે આર એમ તન્નાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે ચાર્જ સોંપાયો છે. બાકીનું લિસ્ટ નીચે પ્રમાણે છે...

Advertisement

જુઓ આ રહી આખી યાદી...

નામની વાત કરવામાં આવે તો,મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ સાથે અનુપમ આનંદને કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×