Hit and Run in Gandhinagar: સર્વિસ રોડ પર નરાધમ કાર ચાલકે 5થી વધુ લોકોને ઉડાવ્યા, 2 ના મોત
- ગાંધીનગરના રાંદેસણ પાસે હીટ એન્ડ રનની ઘટના બની
- કાર ચાલકે 8થી વધુ લોકોને ઉડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી
- રાંદેસણના સિટી પલ્સ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની
Hit and Run in Gandhinagar: ગાંધીનગરના રાંદેસણ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કાર ચાલકે 5થી વધુ લોકોને ઉડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમાં પોલીસ ઘટનાસ્થળે પોહોંચીને તપાસ શરૂ કરી છે. જેમાં ગાંધીનગરમાં ફરી એકવાર રફ્તારના રાક્ષસનો આંતક સામે આવ્યો છે. તેમાં રાંદેસણના સિટી પલ્સ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે.
Gandhinagar માં ફરી એકવાર રફ્તારનો આંતક । Gujarat First https://t.co/fV6dXiZ6e0
— Gujarat First (@GujaratFirst) July 25, 2025
કાર ચાલક 150થી વધુની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો
હિટ એન્ડ રનમાં 2 લોકોનું મોત થયુ છે તેમજ મૃત્યુઆંક વધવાની આશંકા છે. જેમાં કાર ચાલક 150થી વધુની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો. તથા અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી 5 લોકોને ઉડાવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા છે. તેમજ અડધો કિલોમીટર સુધી બેફામ કાર ચાલકે આતંક મચાવ્યો હતો. તેમાં હિટ એન્ડ રનની ઘટનાને લઈ લોકોના ટોળે-ટોળા ઉમટ્યાં છે. તથા અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે. તેમજ લોકોએ પોલીસની કારમાંથી આરોપીને કાઢી મેથીપાક ચખાડ્યો છે. ે
પોલીસે કારના બેદરકાર ચાલકની ધરપકડ કરી લીધી
ટાટા સફારી કારના ચાલકે ફૂલસ્પીડમાં કાર હંકારતા રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલ છે, અને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસે કારના બેદરકાર ચાલકની ધરપકડ કરી લીધી હોવાની વિગત સામે આવી છે. મૃતકોના નામ- હંસાબેન વાઘેલા તથા નીતિન કુમાર વસાવા ત્યારે 3 ઇજાગ્રસ્તોના નામમાં કામિનીબેન બિપીનભાઈ ઓઝા, બિપીનભાઈ ઓઝા તથા મયૂરભાઈ જોષી.
આ પણ વાંચો: Ahmedabad News: સ્કૂલમાં ચોથા માળેથી કૂદીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો


