Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAP મુદ્દા આધારિત રાજનીતિને બદલે ખેડૂતોને ઉશ્કેરી રહી છે : પ્રવક્તા મંત્રી Rushikesh Patel

Spokesperson Minister Rushikesh Patel on Botad Babal : ગુજરાતમાં રાજકીય માહોલને ગરમાવતો બોટાદનો બનાવ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ખાસ કરીને ખેડૂતોના મુદ્દે વિરોધ પક્ષ અને શાસક પક્ષ વચ્ચે નિવેદનબાજી તેજ થઈ ગયા છે.
aap મુદ્દા આધારિત રાજનીતિને બદલે ખેડૂતોને ઉશ્કેરી રહી છે   પ્રવક્તા મંત્રી rushikesh patel
Advertisement
  • બોટાદ બબાલ મામલે પ્રવક્તા મંત્રી Rushikesh Patel નું નિવેદન
  • આપ દ્વારા મુદા આધારિત રાજનીતિ ના બદલે ખેડૂતોને ઉશ્કેરી રહી છે.
  • સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અનેક પ્રયાસો કર્યા છે.
  • ગામમાં બહાર થી આવેલા માણસોએ તોફાનો કરાવ્યા છે.
  • પંજાબ અને દિલ્હી ની સ્થિતી શુ થઈ છે તે બધા જાણે છે.
  • પ્રજા ના પ્રશ્નો મુદ્દે સરકાર ઉકેલ લાવવામાં માટે સક્ષમ છે.

Spokesperson Minister Rushikesh Patel on Botad Babal : ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર બોટાદ જિલ્લાના હડદડ ગામનો મામલો હવે ગંભીર કાયદાકીય અને રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે આ મામલે સખત કાર્યવાહી કરી છે, જેમાં 85 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને ષડયંત્ર જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh patel) એ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે વિપક્ષના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

મુદ્દા આધારિત રાજનીતિ vs ઉશ્કેરણી

ગુજરાતમાં તાજેતરમાં બોટાદ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને થયેલી બબાલ અને વિરોધે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે. આ ઘટના અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh patel) એ સત્તાવાર નિવેદન આપીને વિપક્ષ, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ રાજકીય ઉશ્કેરણી છે અને સરકાર ખેડૂતોના હિત માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. મંત્રી ઋષિકેશ પટેલે પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, "આપ દ્વારા મુદ્દા આધારિત રાજનીતિના બદલે ખેડૂતોને ઉશ્કેરીને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."

Advertisement

Advertisement

ઘટનાના મૂળ હેતુ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh patel) એ પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે આ ઘર્ષણ પાછળ ખેડૂતોના પ્રશ્નો નહીં, પરંતુ રાજકીય ઉદ્દેશ હતો. હકીકતમાં આ ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીદડમાં થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી હતી.

બનાવ બન્યો તે લાઠીદડના લોકો નહોતા : Rushikesh Patel

મંત્રી ઋષિકેશ પટેલે વધુ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, "જ્યાં બનાવ બન્યો તે લાઠીદડના લોકો નહોતા. તેઓ અસામાજિક તત્વોને સાથે લઈને પહોંચ્યા હતાં." તેમણે આ ઘટનાને પૂર્વ આયોજિત ગણાવી અને કહ્યું કે, "આ પૂર્વ આયોજિત કાવતરૂ કોણે કર્યું તે સૌએ જોયું છે." આ આક્ષેપ ઘર્ષણના મૂળમાં સ્થાનિક ખેડૂતોના બદલે બહારના અને રાજકીય ઇરાદા ધરાવતા તત્વોનો હાથ હોવાનું સૂચવે છે.

દિલ્હી-પંજાબનો ઉલ્લેખ અને રાજકીય ચેતવણી

ઋષિકેશ પટેલે આમ આદમી પાર્ટીને રાજકીય ચેતવણી આપતા દિલ્હી અને પંજાબની સ્થિતિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, "દિલ્હીને બરબાદ કર્યા બાદ લોકોએ પંજાબની પણ હાલત જોઈ છે." આ નિવેદન દ્વારા તેઓ ગુજરાતની જનતાને એવો સંદેશ આપવા માંગે છે કે AAPના વહીવટની નીતિઓ રાજ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સરકારના સૌરાષ્ટ્રના ખેડૂતો માટેના પ્રયાસો

વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની વાત કરી. તેમણે જણાવ્યું કે, "સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં પાણી, વીજળી અને પાકના ટેકાના ભાવ સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે." તેમણે ઉમેર્યું કે સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે.

આ પણ વાંચો :   Botad Clash Case મામલે યજ્ઞેશ દવેના ગંભીર આરોપોથી માહોલ ગરમાયો

Tags :
Advertisement

.

×