ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર બાદ GSHSEB એ ધો. 10-12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યાં
- GSHSEB એ ધોરણ 10-12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યા
- ધોરણ 10 માં 8,92,882 વિદ્યાર્થી પરીક્ષા આપશે
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થી પરીક્ષા આપશે
રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ 10 અને 12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ધોરણ 10-12 ના કુલ 14.28 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10 માં 8,92,882 વિદ્યાર્થી પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થી પરીક્ષા આપશે. અગાઉ બોર્ડે વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો - ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો
ધોરણ 10-12 ના કુલ 14.28 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSHSEB) ધોરણ 10 અને 12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યા છે. જે મુજબ, આ વર્ષે ધોરણ 10 માં 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થી પરીક્ષા આપશે. આમ, ધોરણ 10-12 ના કુલ 14.28 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશેય GSHSEB દ્વારા જણાવેલ માહિતી અનુસાર, આ વિદ્યાર્થીઓમાં 12,28,167 નિયમિત વિદ્યાર્થી, 1,15,260 રીપીટર વિદ્યાર્થી, 32,540 આઇસોલેટેડ અને 12,599 ખાનગી રિપિટર વિદ્યાર્થી સામેલ છે.
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં સચિવ પદેથી નિવૃત્ત હસમુખ પટેલને વધુ એક મોટી જવાબદારી
વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર
જણાવી દઈએ કે, ગઈકાલે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 ની જાહેરાત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, 27 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી આ હેલ્પલાઈન કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ સવારે 11 થી સાંજનાં 6 વાગ્યા સુધી ફોન કરી શકશે. આ હેલ્પલાઈન નંબર દ્વારા એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
આ પણ વાંચો - BZ Group Scam : સરકારી શિક્ષકે એજન્ટ બની 1300 લોકોનાં 70 કરોડનું રોકાણ કરાવ્યું


