Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : કેટલા DNA મેચ થયા? ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી, NFSU લેબ પહોંચ્યું Gujarat First

ગાંધીનગર ખાતે NFSU માં DNA સેન્ટર ઓફ એક્સલન્સનાં વડા સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી હતી અને માહિતી મેળવી હતી.
ahmedabad plane crash   કેટલા dna મેચ થયા  ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી  nfsu લેબ પહોંચ્યું gujarat first
Advertisement
  1. વિમાન દુર્ઘટનામાં મૃતકોના DNA ની ચકાસણી પ્રક્રિયા ખૂબ ઝડપી બની (Ahmedabad Plane Crash)
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી આપી માહિતી
  3. આજે બપોરે બે વાગ્યા સુધીમાં 202 DNA મેચ થયા : હર્ષ સંઘવી
  4. ગાંધીનગર ખાતે NFSU માં પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ
  5. NFSU નાં DNA સેન્ટર ઓફ એક્સલન્સનાં વડા સાથે કરી વાતચીત

Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂનનાં રોજ થયેલ એર ઇન્ડિયા (Air India) વિમાન દુર્ઘટનામાં મૃતકોના DNA ની ચકાસણી પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી જણાવ્યું કે આજે બપોરે બે વાગ્યા સુધીમાં 202 DNA મેચ થયા છે. જ્યારે, ગાંધીનગર ખાતે NFSU માં DNA સેન્ટર ઓફ એક્સલન્સનાં વડા સાથે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે વાત કરી હતી અને માહિતી મેળવી હતી.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : એક માત્ર જીવિત પેસેન્જર વિશ્વાસ કુમારને ડિસ્ચાર્જ કરાયા, ભાઈની અંતિમક્રિયામાં પણ જોડાયા

Advertisement

Advertisement

આજે બપોરે બે વાગ્યા સુધીમાં 202 DNA મેચ થયા : હર્ષ સંઘવી

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) મૃતકોના DNA ની ચકાસણી પ્રક્રિયા ખૂબ ઝડપી થતાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 202 DNA મેચ થયા છે. જે અંગેની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા થકી આપી છે. જ્યારે ગાંધીનગરમાં આવેલ NFSU નાં DNA પરીક્ષણ લેબમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને DNA સેન્ટર ઓફ એક્સલન્સનાં વડા ડૉ. ભાર્ગવ પટેલ (Dr. Bhargav Patel) સાથે ખાસ વાતચીત કરી હતી. ક્રેશ સાઈડ પરથી સેમ્પલ કલેક્ટ કરવાથી લઈને DNA પ્રોફાઇલિંગ સુધીની કામગીરી અંગે તેમણે માહિતી આપી હતી. ગાંધીનગર ખાતેની સેન્ટર ઓફ ફોરેન્સિક ઇન DNA ફોરેન્સિક લેબમાં (DNA Forensic Lab) પરીક્ષણની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો - Gujarat : બેનંબરી હેરાફેરી માટે રેલ માર્ગ સસ્તો અને સરળ, એજન્સીએ IMFL ના જથ્થા સાથે પાંચને પકડ્યા

લેબમાં 24 કલાક દિવસ-રાત DNA એક્સપર્ટ કામગીરી કરે છે : ડૉ. ભાર્ગવ પટેલ

તેમણે જણાવ્યું કે, NFSU લેબમાં 24 કલાક દિવસ-રાત DNA એક્સપર્ટ કામગીરી કરી રહ્યા છે. DNA ની જટીલ પ્રક્રિયાને ઝડપી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. DNA પરિક્ષણ પ્રક્રિયા માટે NFSU ખાતે ખાસ સોફ્ટવેર વિકસાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધીનગર ખાતે NFSU ની લેબમાં 158 DNA મેચ કરવામાં આવ્યા હતા. પ્લેન ક્રેશનાં મૃતકોના DNA મેચિંગ 4 થી 10 કલાકમાં પૂર્ણ કરાયા છે. NFSU ની સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે સાઇબરની ટીમ સાથે મળી ઝડપી કામગીરી પૂર્ણ કરી રહી છે.

આ પણ વાંચો - Rain in Gujarat: ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર, 10 વોર્નિંગ લેવલ પર

Tags :
Advertisement

.

×