Amit Shah Gujarat Visit: ગુજરાતમાં ક્યારેય ભાષાનો બાધ નથી, તમારા છોકરાઓને માતૃભાષા બોલતા-ભણતા શીખવાડો
- Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
- મહાત્મા મંદિરમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભ કર્યો
- અમિત શાહ સંમેલનમાં દિવ્યાંગોને AI ચશ્માનું વિતરણ કર્યું
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 14 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે છે. જેમાં અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે માતૃભાષાનું મહત્વ સમજાવતા કહ્યું કે તમારા છોકરાઓને માતૃભાષા બોલતા-ભણતા શીખવાડો. ગુજરાતમાં ક્યારેય ભાષાનો બાધ નથી.
સંમેલનમાં દિવ્યાંગોને AI ચશ્માનું વિતરણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ ભાષા સંમેલનમાં હાજરી આપી હતી. તેમજ રાજભાષા પુસ્તકનું વિમોચન કર્યું છે. આ ઉપરાંત ઈસરોના બે પુસ્તકોનું પણ અનાવરણ કર્યું છે. આ સંમેલનમાં દિવ્યાંગોને AI ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ લોકો ટેક્નોલોજી વાળા ચશ્માની મદદથી તેમની ભાષા સમજી શકશે.
हिंदी ने देश की भाषाई समस्या का स्वदेशी समाधान दिया है। हिंदी दिवस के अवसर पर गांधीनगर में आयोजित पांचवे अखिल भारतीय राजभाषा सम्मेलन से लाइव... https://t.co/7t07B1zqLn
— Amit Shah (@AmitShah) September 14, 2025
Amit Shah Gujarat Visit: વિશ્વમાં ત્રીજા નંબરમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા
અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે વિશ્વમાં ત્રીજા નંબરમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. આજે મારા માટે વિશિષ્ટ દિવસ છે. અહીં દેશભરમાંથી હિન્દી પ્રેમીઓ ઉપસ્થિત છે. હૈદરાબાદમાં પણ રાજભાષા સંમેલન યોજાય છે. હિન્દી ભારતીય ભાષાઓની સ્પર્ધક નથી. હિન્દી અને ભારતીય ભાષાઓ વચ્ચે કોઈ મતભેદ નથી. તમામ ભાષા માટે ગુજરાત ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતમાં તમામ ભાષા એક સમાન છે. અહીં શિક્ષણમાં હિન્દીનો પણ સમાવેશ છે.
હિન્દી માત્ર ભાષા નહીં જનતા સાથે સંપર્કનો સ્ત્રોત છે
આજે ઘણાબધા પ્રકાશનનું લોકાર્પણ થયું છે. હિન્દી માત્ર ભાષા નહીં જનતા સાથે સંપર્કનો સ્ત્રોત છે. મને મુખ્યમંત્રી જે ભાષામાં પત્ર લખે તે ભાષામાં જવાબ મોકલીશ. હિન્દી માત્ર બોલચાલની નહીં પણ પ્રસાશન, ન્યાય અને પોલીસની પણ ભાષા હોવી જોઈએ. હું સારથી સોફ્ટવેરથી તમારી ભાષામાં જ તમારા પત્રનો જવાબ આપીશ. આજે 51 હજાર શબ્દોથી શરૂ થયેલો સિંધુ શબ્દકોષ એક લાખ જેટલા શબ્દોનો થઈ ચૂક્યો છે. જે લોકો સમયની સાથે બદલાવ નથી લાવતા તે ઈતિહાસ બની જાય છે. આજે અહીં AI સંચાલિત ચશ્માનું વિતરણ કરાયું છે. વડાપ્રધાન મોદીએ દિવ્યાંગ લોકો માટે ઘણું કામ કર્યું છે. AI સંચાલિત ચશ્મા દિવ્યાંગોને ખૂબ જ મદદરૂપ બનશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ મહાત્મા મંદિરથી મોટી જાહેરાત કરી
કેન્દ્રીય ગૃહ મંત્રીએ મહાત્મા મંદિરથી મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2029માં શબ્દ સિંધુ નામનો શબ્દો કોષ બનશે. 7 લાખ શબ્દોનો સૌથી મોટો શબ્દો કોષ બનશે. આપણી ભાષાનો આપણને ગર્વ હોવો જોઇએ. સમયની સાથે બદલાવ જરૂરી છે.
આ પણ વાંચો: PM Modi Assam Visit: 'હું શિવનો ભક્ત, બધુ ઝેર ગળી જાઉં છું...', આસામની રેલીમાં PM Modi એ કહ્યું


