Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ
- Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે
- 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
- 5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા 5થી લઈને 7 ડિસેમ્બર 2025 સુધી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. તેમાં ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં કાર્યક્રમો યોજાશે. 5 ડિસેમ્બરે ગાંધીનગરમાં કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત તળાવો અને બગીચાઓનો ઉદ્ધાટન સમારોહ તથા વિવિધ કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ લોકો સાથે સંવાદ કરશે.
જાણો અમિતભાઇ શાહનો આજનો કાર્યક્રમ
1. સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશોત્સવનો ઉદ્ઘાટન સમારોહ.
સવારે 10.30 કલાકે - જીએમડીસી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીના ગુજરાતમાં વિવિધ કાર્યકમો
તારીખ: 5 ડિસેમ્બર, 2025 - શુક્રવાર
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9V6b
* https://t.co/k3tr0NavcC
* https://t.co/gDXaSM7RFO pic.twitter.com/lHYrTEqqjC— BJP Gujarat (@BJP4Gujarat) December 4, 2025
2.આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે નાબાર્ડ દ્વારા આયોજિત અર્થ સમિટ 2025નો સમાપન સમારોહ
બપોરે 12 કલાકે, મહાત્મા ગાંધી કન્વેશન સેન્ટર, ગાંધીનગર
3. ગાંધીનગરના લોકસભામાં તળાવોના ઈન્ટલીંકીંગ પ્રોજેક્ટ અન્વયે મુખ્ય સચીવ, સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક
બપોરે 2.30 કલાકે, સર્કિટ હાઉસ, ગાંધીનગર
4. ગાંધીનગર મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચા અને યોગ સ્ટુડિયોનું ઉદ્ધાટન
બપોરે 3.30 કલાકે, સેક્ટર 22 , ગાંધીનગર
5. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચાનું ઉદ્ધાટન
બપોરે 4 કલાકે, ગાંધીનગર સેક્ટર 27
6. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા LC-11 ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ અને તેની નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન
સાંજે 4.15 કલાકે, ખ 6 સર્કલ રોડ નંબર 6, ગાંધીનગર
7. સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા આદરજ મોટી, સોનીપુર અને જલુંદ ખાતે શરૂ કરવામાં આવનાર પીએનજી ગેસ લાઈનનું ઉદ્ધાટન
સાંજે 4.30 કલાકે, આદરજ મોટી, ગાંધીનગર
8. આરોગ્ય વિભાગ દ્રારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધાટન
સાંજે 4.45 કલાકે, આદરજ મોટી, ગાંધીનગર
9. સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવીનીકૃત પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાનું ઉદ્ધાટન
સાંજે 5 કલાકે, પ્રાથમિક શાળા, આદરજ મોટી, ગાંધીનગર
10. સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ
સાંજે 5.30 કલાકે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નારણપુરા, અમદાવાદ
11. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ઉદ્ધાટન સમારોહ
સાંજે 6.30 કલાકે, મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસે, સિંધુભવન રોડ, અમદાવાદ
આ પણ વાંચો: Gujarat News : આજે 5 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


