Bharatiya Kisan Sangh એ બનાસકાંઠા ખેડૂતોને વળતર, મગફળી ખરીદી અંગે સરકારને કરી આ માગ
- Bharatiya Kisan Sangh ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- પાટીદાર સમાજની માગને કિસાન સંઘે આપ્યો ટેકો
- લગ્ન નોંધણીમાં માતા-પિતાની મંજૂરીને કિસાન સંઘનું સમર્થન
- મગફળીની ખરીદી, બનાસકાંઠામાં ખેડૂતોને નુકસાનનાં વળતરની કરી માગ
Gandhinagar : ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં લગ્ન નોંધણીમાં માતા-પિતાની મંજૂરી અંગે પાટીદાર સમાજની (Patidar Samaj) માગને કિસાન સંઘે ટેકો આપ્યો છે. સાથે મગફળીની ખરીદી મુદ્દે અને બનાસકાંઠામાં ભારે વરસાદથી (Flood in Banaskantha) કૃષિ નુકસાન મામલે પણ સરકાર સમક્ષ પોતાની માગો અંગે માહિતી આપી હતી.
પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરીનો કાયદો લાવવો જોઈએ : Bharatiya Kisan Sangh
ગાંધીનગરમાં (Gandhinagar) ભારતીય કિસાન સંઘ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ જગમલ આર્ય, પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ સહિતનાં અગ્રણીઓએ મીડિયા સાથે વિવિધ મુદ્દાઓ અંગે વાત કરી હતી અને માહિતી આપી હતી. કિસાન સંઘ અધ્યક્ષ જગમલ આર્યે માહિતી આપી કે, લગ્ન નોંધણીમાં માતા-પિતાની મંજૂરી અંગે પાટીદાર સમાજની માગને કિસાન સંઘનું પણ સમર્થન છે. લગ્નની નોંધણીમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરાય તેવી અમારી પણ માગ છે. તેમણે આગળ કહ્યું કે, પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરીનો કાયદો લાવવો જોઈએ. માતા-પિતાની આજ્ઞાનું પાલન થાય તે જરૂરી છે. માતા-પિતાની મંજૂરી અંગે સરકારે વિચારણા કરવી જોઈએ. જો સરકાર નહીં વિચારે તો અમારે રસ્તા પર આવવું પડશે એવી પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Vadodara : નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ઉજાગર કરતા યુવરાજસિંહ જાડેજા, પાણી-ભોજનમાં ભારે મુશ્કેલી
'ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર વધુ મગફળીની ખરીદી કરે'
કિસાન સંઘનાં (Bharatiya Kisan Sangh) પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે મગફળીની ખરીદી મુદ્દે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 22 લાખ હેક્ટરમાં મગફળીનું ઉત્પાદન થયું છે. જ્યારે 66 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદનની શક્યતા છે. 9 લાખ 31 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી, રાજ્ય સરકાર આ વખતે વધુ મગફળીની ખરીદી કરે. ટેકાનાં ભાવે ગત વર્ષ કરતા વધુ મગફળી ખરીદાય તેવી માગ છે. ઉત્પાદન વધું થતા ખેડૂતોને ઓછા ભાવ મળવાની શક્યતા છે. આથી, ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર વધુ મગફળી ખરીદે એવી અમારી અપીલ છે.
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે, અહીં જુઓ લિસ્ટ
ખેડૂતોને 2-3 વર્ષનાં નુકસાનનાં આધારે વળતર અપાય : આર.કે. પટેલ
બનાસકાંઠામાં ભારે વરસાદથી કૃષિ નુકસાન મામલે આર.કે. પટેલે જણાવ્યું કે, બનાસકાંઠામાં પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. બનાસકાંઠામાં અનેક ખેતરો ધોવાઈ (Flood in Banaskantha) ગયા છે. ખાર આવી ગયા પછી 2-3 વર્ષ ખેતી કરી શકાતી નથી. આથી, ખેડૂતોને 2-3 વર્ષનાં નુકસાનનાં આધારે વળતર અપાય એવી અમારી સરકાર સમક્ષ માગ છે. અમારી માગણી છે કે નિયમોથી ઉપર ઊઠીને બનાસકાંઠાનાં ખેડૂતોને સહાય આપવામાં આવે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યને મળશે 15-17 નવા તાલુકા, કેબિનેટની બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા!


