Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Big Breaking : GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર! ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર

GPSC નાં ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ જાણકારી આપી છે.
big breaking   gpsc નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર  ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર
Advertisement
  1. GPSCની ભરતી પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
  2. મેડિકલ ઓફિસર વર્ગ 2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર
  3. 16 ફેબ્રુઆરીની જગ્યાએ 23 ફેબ્રુઆરી અથવા 2 માર્ચનાં રોજ યોજાઈ શકે પરીક્ષા
  4. GPSC નાં ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી

GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, GPSC ની ભરતી પરીક્ષાની (GPSC Exam) તારીખમાં ફેરફાર કરાયો છે. મેડિકલ ઓફિસર વર્ગ 2 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 16 ફેબ્રુઆરીની જગ્યાએ 2 માર્ચના રોજ પરીક્ષા યોજાશે. 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન હોવાનાં કારણે આ ફેરફાર કરાયો છે. GPSC નાં ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) જાણકારી આપી છે.

આ પણ વાંચો - Big Breaking : GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર! ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર

Advertisement

16 ફેબ્રુઆરી એ યોજાનાર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો

જણાવી દઈએ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Sthanik Swaraj Election) થવાની છે. તેની તારીખોની જાહેરાત પણ થઈ ચૂંકી છે. આથી, આ ચૂંટણીઓને ધ્યાને રાખીને GPSC ની ભરતી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. આ અંગે GPSC નાં ચેરમેન હસમુખ પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી જાણકારી આપી છે. જે મુજબ, મેડિકલ ઓફિસર વર્ગ 2 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 16 ફેબ્રુઆરીની જગ્યાએ 23/02/2025 અથવા 02/03/2025 નાં રોજ પરીક્ષા યોજાઈ શકે છે. 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન હોવાનાં કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : હચમચાવે એવો કિસ્સો! 13 વર્ષીય ભાઈએ 1 વર્ષીય બહેનની કરી હત્યા, કારણ જાણી સૌ ચોંક્યા!

GPSC નાં ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી

GPSC નાં ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) પોસ્ટ કરી લખ્યું કે, '16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન હોય જાહેરાત ક્રમ 82/2024-25, Medical Officer, Various Subject Tutors, Insurance Medical Officer-Allopathy, વર્ગ-2 ની પ્રાથમિક પરીક્ષા 16 ફેબ્રુઆરીનાં બદલે 23/02/2025 અથવા 02/03/2025 નાં રોજ યોજવામાં આવશે. વહેલી તકે તારીખ જાહેર કરવામાં આવશે.'

આ પણ વાંચો - Surat : હચમચાવે એવો કિસ્સો! 13 વર્ષીય ભાઈએ 1 વર્ષીય બહેનની કરી હત્યા, કારણ જાણી સૌ ચોંક્યા!

Tags :
Advertisement

.

×