ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patidar Andolan અંગે મોટા સમાચાર, રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેચાયાં! જાણો આગેવાનોની પ્રતિક્રિયા

પાટીદાર અનામત આંદોલનને લઈને વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે.
11:03 AM Feb 07, 2025 IST | Vipul Sen
પાટીદાર અનામત આંદોલનને લઈને વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે.
Patidar_Gujarat_first
  1. પાટીદાર અનામત આંદોલનને લઈને મોટા સમાચાર (Patidar Anamat Andolan)
  2. આંદોલન સમયનાં રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેચાયાં
  3. ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાત સરકારનો માન્યો આભાર
  4. પાટીદાર આગેવાનોએ સરકારનાં નિર્ણયને બિરદાવ્યો
  5. ધારાસભ્ય કિરીટ પટેલ અને PAAS નેતા ચિરાગ પટેલની અલગ પ્રતિક્રિયા

પાટીદાર અનામત આંદોલનને (Patidar Anamat Andolan) લઈને મોટા સમાચાર આવ્યા છે. પાટીદાર આંદોલન સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. પાટીદાર આગેવાનોએ અને નેતાઓએ આ નિર્ણયને બિરદાવ્યો છે અને રાજ્ય સરકાર અને કાયદા વિભાગનો આભાર માન્યો છે. હાર્દિક પટેલ, દિલિપ સાબવા, અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો (Harsh Sanghvi) આ નિર્ણય બદલ આભાર માન્યો છે.

પાટીદાર આંદોલનથી ગુજરાતમાં સવર્ણ સમાજને લાભ મળ્યો છે : હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનને લઈને વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) ટ્વીટ કર્યું છે. હર્દિક પટેલે લખ્યું કે, પાટીદાર આગેવાનો સામેનાં કેસ પાછા ખેંચાયા છે. રાજદ્રોહ સહિતનાં કેસ સરકારે પાછા ખેંચ્યા છે. પાટીદાર આંદોલનથી ગુજરાતમાં સવર્ણ સમાજને લાભ મળ્યો છે. પાટીદાર આંદોલનથી (Patidar Anamat Andolan) જ 10 ટકા અનામત મળ્યું છે. આ નિર્ણય બદલ હાર્દિક પટેલે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

દિનેશ બાંભણિયાએ સો. મીડિયા પર પોસ્ટ કરી સરકારનો આભાર માન્યો

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhania) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, 'આંદોલન સમયના કેસ પાછા ખેંચાયા છે. રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પાછા લેવાયા છે. હાર્દિક, ચિરાગ, દિનેશ, અલ્પેશ સામે નોંધાયા હતા કેસ.' c CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે અને 'સત્યમેવ જયતે, જય સરદાર' લખ્યું હતું.

દિલીપ સાબવા અને અલ્પેશ કથીરિયાની પ્રતિક્રિયા

પાટીદાર આગેવાન દિલીપ સાબવાએ (Dilip Sabwa) જણાવ્યું કે, 'સરકાર અને કાયદા વિભાગનો આભાર. આંદોલન સમયનાં રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેચવા બદલ CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું.' જ્યારે પાસનાં પૂર્વ કન્વીનર અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારે 14 જેટલા કેસ પરત ખેંચ્યા છે. વર્ષ 2015 નાં આંદોલન સમયનાં કેસ ખેંચાયા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ હતી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા જલદી સત્તાવાર જાહેરાત કરાશે. વર્ષ 2017 પછીના કેસ પરત ખેંચાય તેવી આશા છે.

OBC, દલિત આંદોલન સમયે નોંધાયેલા કેસ પાછા લેવા જોઈએ : અલ્પેશ ઠાકોર

આ અંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની (Alpesh Thakor) પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'સરકાર દ્વારા પાટીદાર આંદોલનમાં (Patidar Anamat Andolan) કેસ પાછા ખેંચી લેવાયા છે. ત્યારે અન્ય આંદોલનનાં કેસ પણ પાછા લેવા જોઈએ. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, OBC, દલિત આંદોલન સમયે નોંધાયેલા કેસ પાછા લેવા જોઈએ.' SPG નાં લાલજી પટેલે (Lalji Patel) પણ સરકારનાં નિર્ણયને બિરદાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ખૂબ જ સારો નિર્ણય કર્યો છે. વ્યક્તિગત નહીં, સમાજ માટેનું આંદોલન હતું. જે તે સમયે આંદોલનકારી યુવાનો પર ખોટા કેસ કરાયા હતા. આંદોલન સમયનાં તમામ કેસ પાછા ખેંચી લેવાની અગાઉ અનેકવાર માગ પણ કરાઈ હતી.

MLA કિરીટ પટેલ અને PAAS નેતા ચિરાગ પટેલની અલગ પ્રતિક્રિયા

નોંધનીય છે કે, પાટીદાર આગેવાનો સામેનાં રાજદ્રોહ સહિતનાં ગંભીર કેસો પરત ખેચાયાંનાં અહેવાલ સામે આવ્યા છે. પાટીદાર અગ્રણીઓ અને નેતાઓ દ્વારા સરકારનાં આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો છે. પરંતુ, બીજી તરફ સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત ન થતાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) અને PAAS નેતા ચિરાગ પટેલની અલગ પ્રતિક્રિયા સામે આવી છે. ચિરાગ પટેલે (Chirag Patel) કહ્યું કે, 'આ અંગેની હાલ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી. સરકારની જાહેરાત બાદ પણ કાનૂની પ્રક્રિયા થાય છે. સત્તાવાર જાહેરાત નથી માટે ટિપ્પણી ન કરી શકાય. સરકારે જાહેરાત નથી કરી, આથી ખુશ થવાની જરૂર નથી.' જ્યારે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન હેઠળ થયેલા રાજદ્રોહ સહિતનાં કેસો સરકારે પરત ખેંચ્યાનાં સમાચાર અંગેની માહિતી હાર્દિક પટેલે ટ્વીટ કર્યા બાદ મળી છે. પરંતુ, સરકારે આ અંગે હાલ કોઈ જ જાહેરાત કરી નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું વચન પાળ્યું : આર.પી. પટેલ

કેસ પરત ખેંચવા મુદ્દે વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર.પી. પટેલની (RP Patel) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું વચન પાળ્યું. સરકાર તાત્કાલિક કોર્ટમાં એફિડેવિટ કરે તેવી વિનંતી છે. હજુ કોઈ કેસ પેન્ડિંગ હોય તો વિશ્વ ઉમિયાધામને ધ્યાને લાવો. હજુ બાકી હશે તે કેસ મુદ્દે સરકારને રજૂઆત કરીશું.

ખોડલધામ ટ્રસ્ટે કેસ પાછા ખેંચાય તેના પ્રયત્નો કર્યા : નરેશ પટેલ

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે (Naresh Patel) પણ સરકારનાં નિર્ણયને અવકાર્યો છે. તેમણે કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટે પણ કેસ પાછા ખેંચાય તેના પ્રયત્નો કર્યા છે. જે તે સમયે આંદોલનકારી યુવાનો પર ખોટા કેસ કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને લેવાયેલ નિર્ણય આવકારદાયક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું વચન પાળ્યું છે.

Tags :
Alpesh KathiriaChirag PatelCM Bhupendra PatelGUJARAT FIRST NEWSGujarati NewsHardik PatelHarsh SanghaviPatidar Anamat AndolanPatidar Reservation Movement
Next Article