ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!

એવી માહિતી સામે આવી છે કે રાજ્યનાં 33 જિલ્લા અને 8 મહાનગરનાં ભાજપ પ્રમુખની જાહેરાત માટે હજું 1-2 દિવસ રાહ જોવી પડે તેમ છે.
01:14 PM Jan 10, 2025 IST | Vipul Sen
એવી માહિતી સામે આવી છે કે રાજ્યનાં 33 જિલ્લા અને 8 મહાનગરનાં ભાજપ પ્રમુખની જાહેરાત માટે હજું 1-2 દિવસ રાહ જોવી પડે તેમ છે.
BJP_Gujarat_first
  1. BJP નાં નવા સંગઠનની જાહેરાતને લઈને મહત્ત્વના સમાચાર (BJP Gujarat)
  2. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામ જાહેર થવામાં હજુ પણ થઈ શકે છે વિલંબ
  3. 33 જિલ્લા અને 8 મહાનગરનાં ભાજપ પ્રમુખ જાહેર થવામાં 1-2 દિવસનો વિલંબ

BJP Gujarat : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જિલ્લા અને શહેરનાં નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, હવે જિલ્લા અને શહેરનાં નવા પ્રમુખના નામોની જાહેરાતને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્યનાં 33 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખનાં નામની જાહેરાત માટે હજું થોડી રાહ જોવા પડશે.

 આ પણ વાંચો - જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

1-2 દિવસ બાદ થઇ શકે છે જાહેરાત

ગુજરાત ભાજપમાં (BJP Gujarat) જિલ્લા અને શહેર પ્રમુખનાં નામની જાહેરાત ક્યારે થશે ? તેને લઈને અટકળોનો માહોલ ગરમાયો છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે રાજ્યનાં 33 જિલ્લા અને 8 મહાનગરનાં ભાજપ પ્રમુખની જાહેરાત માટે હજું 1-2 દિવસ રાહ જોવી પડે તેમ છે. દિલ્હી (Delhi) ગયેલા પ્રદેશનાં ચૂંટણી નિરીક્ષકનો દિલ્હી પ્રવાસ લંબાયો છે. આથી, જાહેરાતમાં વિલંભ થઈ શકે છે.

 આ પણ વાંચો - HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

કેન્દ્રીય ભાજપ સાથે ચર્ચા-વિચારણા હજું બાકી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગુજરાત જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો માટે કેન્દ્રીય ભાજપ સાથે ચર્ચા-વિચારણા હજું કરવાની બાકી છે. દિલ્હી હાઈકમાન્ડમાંથી લીલીઝંડી મળ્યા બાદ ભાજપનાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે. જણાવી દઈએ કે, અગાઉ શહેર અને જિલ્લા પ્રમુખોની પસંદગીને લઈ ગાંધીનગર (Gandhinagar) કમલમ ખાતે બેઠકો યોજાઈ હતી. સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીઓ 33 જિલ્લા પ્રમુખ, 9 મહાનગરનાં શહેર પ્રમુખ માટે દાવેદારોની યાદી સાથે પહોંચ્યા હતા.

 આ પણ વાંચો - અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?

Tags :
Bharatiya Janata PartyBJPBJP District and City PresidentsBreaking News In GujaratiDelhi High CommandGandhinagar KamalamGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRatnakarUday Kangad
Next Article