BZ Group Scam : જ્યાં રોકાઈને જલસા કરતો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફાર્મ હાઉસ કોનું ? માહિતી આવી સામે!
- BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ફાર્મ હાઉસમાં રોકાયો તેને લઈ મોટો ઘટસ્ફોટ
- ભૂપેન્દ્રસિંહની જે યુવતી જોડે સગાઈ થવાની હતી તેણીએ ભાઈ બનાવેલા વ્યક્તિનું છે આ ફાર્મ હાઉસ : સૂત્ર
- યુવતી ફાર્મ હાઉસમાં ધર્મનાં ભાઈ પાસે ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે સલાહ લેવા પહોંચી હતી : સૂત્ર
પોન્ઝી સ્કીમ થકી 6 હજાર રૂપિયાનું કૌભાંડ (BZ Group Scam) કરી ફરાર થઈ ગયેલા BZ ગ્રૂપનાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) મહેસાણામાંથી ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં રોકાઈ જલાસ કરતો હતો. જો કે, ત્યાંથી જ CID ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરાઈ છે. હવે આ ફાર્મ હાઉસને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે. દરમિયાન, આ ફાર્મ હાઉસને લઈ મોટા સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો -BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ જાણો CID ક્રાઇમનાં ઇન્ચાર્જ DIG એ શું કહ્યું ?
મહેસાણાનાં ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો
રાજ્યનું મસમોટું કૌભાંડ (BZ Group Scam) આચરીને ભૂપેન્દ્ર ઝાલા આશરે એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે, CID ક્રાઇમની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી મહેસાણા (Mehsana) જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરી છે. ઇન્ચાર્જ DIG CID ક્રાઇમ પરીક્ષિતા રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનાં આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં આવ્યો છે. જો કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. દરમિયાન, ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ફાર્મ હાઉસમાં રોકાયો હતો, તે કોઈ રાજકીય આગેવાનનાં સગાનું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો -BZ Group Scam : આખરે ઝડપાયો ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે ફાર્મહાઉસમાં રોકાયો હતો તેને લઈ મોટો ઘટસ્ફોટ!
જે ફાર્મ હાઉસમાં રોકાયો તેને લઈ મોટો ઘટસ્ફોટ!
ત્યારે હવે, સૂત્રો પાસેથી એવી પણ વિગત સામે આવી છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે યુવતી સાથે સગાઈ થવાની હતી, તેણીએ ભાઈ બનાવેલી વ્યક્તિનું આ ફાર્મ હાઉસ (Farm House) છે. સૂત્રો અનુસાર, યુવતી ફાર્મ હાઉસમાં ધર્મનાં ભાઈ પાસે ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) માટે સલાહ લેવા પહોંચી હતી. ભૂપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા જનાર યુવતી પણ PI હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે, આ હાલ આવી કોઈ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી. પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો -BZ Group Scam : મયુર દરજીની અરજી પર સુનાવણી, રૂ. 4 કરોડથી વધુ ઉઘરાવ્યાંનો ઘટસ્ફોટ!
BZ Group Scam