Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવસભર દરોડાની કાર્યવાહી બાદ IAS કે.રાજેશની CBI દ્વારા ધરપકડ કરાઇ હોવાની ચર્ચા

ગુજરાતના પાટનગરમાં CBIની ટીમે ગુરુવારે મોડી રાતથી IAS અધિકારી કે.રાજેશને ત્યાં દરોડા પાડયા બાદ શુક્રવારે દિવસભર કાર્યવાહી ચાલી હતી અને સાંજે કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હોવાની ચર્ચા શરુ થઇ હતી. બીજી તરફ શનિવારે રફીક મેમણને કોર્ટમાં રજૂ કરીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.   કોર્ટે સરકારી વકીલને પુછયું કે મુખ્ય આરોપીનું શુ સ્ટેટ્સ છે તો સરકારી વકીલ કોર્ટમાં સ્વીકાર્યુàª
દિવસભર દરોડાની કાર્યવાહી બાદ ias કે રાજેશની cbi દ્વારા ધરપકડ કરાઇ હોવાની ચર્ચા
ગુજરાતના પાટનગરમાં CBIની ટીમે ગુરુવારે મોડી રાતથી IAS અધિકારી કે.રાજેશને ત્યાં દરોડા પાડયા બાદ શુક્રવારે દિવસભર કાર્યવાહી ચાલી હતી અને સાંજે કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હોવાની ચર્ચા શરુ થઇ હતી. બીજી તરફ શનિવારે રફીક મેમણને કોર્ટમાં રજૂ કરીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.   કોર્ટે સરકારી વકીલને પુછયું કે મુખ્ય આરોપીનું શુ સ્ટેટ્સ છે તો સરકારી વકીલ કોર્ટમાં સ્વીકાર્યું કે હજી તેની ધરપકડ કરાઇ નથી.,
ગુરુવારે રાત્રે ગાંધીનગરમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ દરોડા કોઇ બિઝનેસમેનને ત્યાં નહીં પણ એક IAS અધિકારીના નિવાસસ્થાને પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશના ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે. આ અધિકારી (કે.રાજેશ) 2011ની બેન્ચના હોવાનું સામે આવી રહ્યું છે. જેઓ રાજ્યના સામાન્ય વહીવટમાં ફરજ બજાવે છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા મધ્ય રાત્રિએ આ સમગ્ર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. 
શુક્રવારે દિવસભર  IAS કે.રાજેશ પર પડાયેલા દરોડામાં સુરતના કાપડના વેપારી રફિક મેમણની ભૂમિકા બહાર આવી હતી જેથી CBIની ટીમે રફિક મેમણને ત્યાં પણ દરોડો પાડીને તપાસ કરી હતી અને તપાસના અંતે રફિક મેમણની ધરપકડ કરાઇ હતી. રફિક મેમણ IAS   કે.રાજેશનો વિશ્વાસુ વ્યક્તિ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કે.રાજેશ સામે મોટાપાયે લાંચ લેવાના આરોપ લાગ્યા હતા અને રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ પણ લાગ્યો હતો. 
દરમિયાન, દિવસભરની કાર્યવાહી બાદ સાંજે  CBIની ટીમે કે.રાજેશની પણ ધરપકડ કરી હતી અને તેમની સામે કાર્યવાહી શરુ કરાઇ છે. CBIની ટીમે દિવસભર તપાસ કરીને મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું મનાઇ રહ્યું છે. 
વર્ષો બાદ ગુજરાતના આઇએએસ અધિકારીની ધરપકડ કરાઇ હોવાની ચર્ચા શરુ થઇ છે. તેમની લાંચ કેસમાં સીધી સંડોવણી જણાઇ રહી છે. કલેક્ટરના સમયગાળામાં જમીન પ્રકરણોમાં ગેરરિતી અને હથિયાર લાયસંસમાં પૈસા લેવાયા હોવાની ચર્ચા છે અને પ્રાથમિક તપાસ બાદ મામલો સીબીઆઇમાં પહોંચ્યો હતો. હવે તપાસ સુરેન્દ્રનગર સુધી લંબાઇ છે. તેઓ સુરતમાં હતા તે ગાળામાં થયેલી ગેરરિતીની તપાસ કરાઇ રહી છે.  હવે આ પ્રકરણમાં સુરેન્દ્રનગરથી શરુ થઇ ગાંધીનગર સુધી તપાસ લંબાઇ છે અને અનેક લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. સીબીઆઇમાં  કે રાજેશ અને રફિક મેમણ અને અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો હતો. 
Advertisement
Tags :
Advertisement

.