ગાંધીનગરમાં એક IAS ઓફિસરને ત્યાં CBIના દરોડા
ગુજરાતના પાટનગરમાં CBIની ટીમ એક IAS અધિકારીને ત્યા ત્રાટકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કેન્દ્રીય એજન્સીએ એક જૂના કેસ સંબંધે આ દરોડા પાડ્યા છે. વિસ્તારથી વાત કરીએ તો ગત રાત્રિથી ગાંધીનગરમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ દરોડા કોઇ બિઝનેસમેનને ત્યાં નહીં પણ એક IAS અધિકારીના નિવાસસ્થાને પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કà«
Advertisement
ગુજરાતના પાટનગરમાં CBIની ટીમ એક IAS અધિકારીને ત્યા ત્રાટકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કેન્દ્રીય એજન્સીએ એક જૂના કેસ સંબંધે આ દરોડા પાડ્યા છે.
વિસ્તારથી વાત કરીએ તો ગત રાત્રિથી ગાંધીનગરમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ દરોડા કોઇ બિઝનેસમેનને ત્યાં નહીં પણ એક IAS અધિકારીના નિવાસસ્થાને પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશના ત્યા આ દરોડા પાડવામાં આવ્યા છે. આ અધિકારી (કે.રાજેશ) 2011ની બેન્ચના હોવાનું સામે આવી રહ્યું છે. જેઓ રાજ્યના સામાન્ય વહીવટમાં ફરજ બજાવે છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા મધ્ય રાત્રિએ આ સમગ્ર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો.
Update...


