ગાંધીનગરમાં ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાતનું જાણીતું મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ પણ જોડાયું છે. શનિવારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગાંધીનગરમાં સરિતા ઉદ્યાન પાસે યોજાયેલી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. આઝાદીના 75માં વર્ષ અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગષ્ટ હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું છે. આ અ
Advertisement
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાતનું જાણીતું મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ પણ જોડાયું છે. શનિવારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગાંધીનગરમાં સરિતા ઉદ્યાન પાસે યોજાયેલી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા.
આઝાદીના 75માં વર્ષ અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગષ્ટ હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું છે. આ અભિયાન બેઠળ વિવિધ શહેરો અને ગામોમાં તિરંગા યાત્રાઓ પણ યોજાઇ રહી છે ત્યારે ગુજરાતની જાણીતી ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સરિતા ઉદ્યાન પાસે ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી હતી. મુખ્યમંત્રીશ્રી જાતે પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ તિરંગા યાત્રામાં ગુજરાત ફર્સ્ટના એમડી જસ્મીનભાઇ પટેલ તથા એડિટર વિવેકભાઇ ભટ્ટ હાજર રહ્યા હતા. ગાંધીનગરના મેયર હિતેશભાઇ મકવાણા તથા ડીવાયએસપી રાણા પણ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા.
હર ઘર તિરંગા યાત્રા અભિયાનમાં ગુજરાતની જાણીતી ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ પણ સહભાગી થયું છે. મિડીયા હાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ પણ હર ઘર તિરંગા યાત્રામાં જોડાયું છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા ગુજરાતના 33 જીલ્લા અને 75 શહેરમાં 7500 કિમીનો વિસ્તાર કવર કરતી તિરંગા યાત્રા યોજવામાં આવી છે. તિરંગા યાત્રામાં દરેક જીલ્લામાં 150થી વધુ બાઇક સવારો ગુજરાતની 750 શૌર્ય ગાથાઓ સાથે જોડાઇ રહ્યા છે.
ગાંધીનગરમાં સરિતા ઉદ્યાન પાસે ગુજરાત ફર્સ્ટ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટના અભિયાનને બિરદાવ્યું હતું અને તેમણે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી હતી. તેઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે તિરંગા યાત્રામાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના એમડી જસ્મીનભાઇ પટેલ, એડીટર વિવેકભાઇ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટનો પરિવાર તથા ગાંધીનગરની જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.
તિરંગા યાત્રા દરમિયાન યુવાનોમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભારત માતા કી જયના નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો.
હવામાં લહેરાતા તિંરગાથી સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઉભુ થઇ ગયું હતું.


