Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રક્ષાબંધનના પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મહિલાઓએ બાંધી રાખડી

સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પર્વ હર્ષોલ્લાસથી મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે આ તહેવાર નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓએ તેમને રાખડી બાંધી હતી. આજે ભાજપ મહિલા મોરચાની લગભગ 1 હજાર બહેનો મુખ્યમંત્રીને રાખડી બાંધવાની છે. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે મોટી સંખ્યામાં બહેનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલà
રક્ષાબંધનના પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મહિલાઓએ બાંધી રાખડી
Advertisement
સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પર્વ હર્ષોલ્લાસથી મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે આ તહેવાર નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓએ તેમને રાખડી બાંધી હતી. આજે ભાજપ મહિલા મોરચાની લગભગ 1 હજાર બહેનો મુખ્યમંત્રીને રાખડી બાંધવાની છે. 
આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે મોટી સંખ્યામાં બહેનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યા તેમણે CMને રાખડી બાંધી હતી. મળી રહેલી માહિતી અનુસાર, રાખડી બાધ્યા બાદ મુખ્યમંત્રી બહેનો સાથે ભોજન લેવાના છે. આપને જણાવી દઇએ કે, બહેનોએ વડાપ્રધાનને પણ રાખડી મોકલાવી છે. તેમણે PMને 5 લાખ રાખડીઓ સાથે શુભેચ્છા પત્રો પણ મોકલાવ્યા છે. 

રક્ષાબંધનના પર્વ પર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર બંધનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. આજે રાખી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, તમે તમારા ભાઈ-બહેનોને રાખીની શુભેચ્છાઓ આપીને રક્ષાબંધનની શરૂઆત કરી શકો છો. તમે તેમને સંદેશ (રક્ષાબંધનની શુભકામનાઓ), ફોટા મોકલી શકો છો અને તેમને તમારા હૃદયની વાત કહી શકો છો. તમે તેને તમારી વોટ્સએપ અથવા ફેસબુક ઈમેજ પર પણ મૂકી શકો છો.
Advertisement
Tags :
Advertisement

.

×