Mehsana: સરકારના હર ઘર સ્વદેશી અભિયાનમાં મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો
- Mehsana: સરકારી કાર્યક્રમમાં જ ભૂલાયો 'મેક ઈન ઈન્ડિયા'નો નારો
- મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો
- વિસનગરમાં યોજાયો હતો ભજન સંધ્યાનો કાર્યક્રમ
Mehsana: સરકારના હર ઘર સ્વદેશી અભિયાનનો જ ફિયાસ્કો થયો છે. જેમાં સરકારી કાર્યક્રમમાં જ 'મેક ઈન ઈન્ડિયા'નો નારો ભૂલાયો છે. તેમાં સરકારી કાર્યક્રમમાં ચાઈનીઝ દીવડા જોવા મળ્યા છે. મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો છે. વિસનગરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. ભજન સંધ્યા કાર્યક્રમમાં સામૂહિક આરતી થઈ હતી. આરતી સમયે મહિલાઓના હાથમાં ચાઈનીઝ દીવડા દેખાયા છે.
માટીના કોડિયાના સ્થાને બહેનોના હાથમાં ચાઈનીઝ દીવા દેખાયા
માટીના કોડિયાના સ્થાને બહેનોના હાથમાં ચાઈનીઝ દીવા દેખાયા છે. જેમાં 11 હજાર મહિલાઓના હાથમાં 11 હજાર ચાઈનીઝ દીવડા હતા. તેમાં ઈલેક્ટ્રિક દીવા નીચે મેડ ઈન ચાઈના પણ લખેલુ હતુ. સરકારી કાર્યક્રમમાં સ્વદેશીનો નારો ભૂલાતા સવાલ ઉઠ્યા છે. તથા 11 હજાર માટીના દીવા હોત તો પ્રજાપતિ પરિવારનું ભલુ થાત પણ ચાઈનીઝ દીવાની જગ્યાએ કેમ ન વપરાયા માટીના કોડિયા?
Mehsana | સરકારના કાર્યક્રમમાં જ
"ચાઇનીઝ દિવડા" ! | Gujarat Firstમહેસાણામાં સરકારના હર ઘર સ્વદેશી અભિયાનનો જ ફિયાસ્કો
સરકારી કાર્યક્રમમાં જ ભૂલાયો 'મેક ઈન ઈન્ડિયા'નો નારો
સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યા ચાઈનીઝ દીવડા
મેક ઈન ઈન્ડિયાના સ્થાને મેક ઈન ચાઈનાનો સ્વીકાર કરાયો
વિસનગરમાં… pic.twitter.com/HvXJGXOfsf— Gujarat First (@GujaratFirst) October 14, 2025
Mehsana: સ્વદેશીનો પ્રચાર કરાય છે, પણ સરકારી કાર્યક્રમમાં અમલ કેમ નહીં?
સ્વદેશીનો પ્રચાર કરાય છે, પણ સરકારી કાર્યક્રમમાં અમલ કેમ નહીં? જો માટીના કોડિયા વપરાયા હોત તો ગૃહઉદ્યોગને પ્રોત્સાહન મળ્યુ હોત. માટીના દીવડાઓના ઉપયોગથી સ્થાનિકોને રોજગારી મળી શકી હોત તે કેમ કોઇએ ના વિચાર્યું.
સરકારના કાર્યક્રમમાં જ ચાઇનીઝ દિવડાનો ઉપયોગ કરાયો
આ કાર્યક્રમમાં 305 ભજન મંડળીઓની 11000 બહેનો હાજર રહી હતી અને દરેક મહિલાના હાથમાં ઇલેક્ટ્રિક ચાઇનીઝ દીવા આપવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક દીવા નીચે Made in China લખેલું પણ જોવા મળ્યું છે. ત્યારે સરકારનો નારો મેક ઇન ઈન્ડિયા, સરકારના કાર્યક્રમમાં જ ફેલ થતો જોવા મળી રહ્યો છે. સરકારી કાર્યક્રમમાં જ ચાઇનીઝ દિવડાથી સામુહિક આરતી કરવામાં આવી હતી. સરકારના કાર્યક્રમમાં જ ચાઇનીઝ દિવડાનો ઉપયોગ કરાયો હતો.
આ પણ વાંચો: Cough Syrup: મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સિરપ!


