Dehgam Riots : 'આઈ લવ મોહમ્મદ' ના નામે હવે ગુજરાતમાં છમકલું! પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા!
- 'આઈ લવ મોહમ્મદ'ના નામે હવે ગુજરાતમાં છમકલું! (Dehgam Riots)
- દહેગામનાં બહિયલમાં કોમી છમકલામાં મોટો ખુલાસો
- ગરબા દરમિયાન હિંસક ટોળાએ કર્યો પથ્થરમારો, તોડફોડ
- અત્યાર સુધીમાં 60 ની અટકાયત, અન્ય 20 ની શોધખોળઃ SP
Gandhinagar : દેહગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની ઘટનાથી (Dehgam Riots) અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના અંગે એસપી રવિ તેજા વાસમશેટીની (SP Ravi Teja Vasamsetty) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય 20 ની શોધખોળ ચાલુ છે. વોટ્સએપ પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળું વિફર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. પહેલા ટોળાએ દુકાન સળગાવી અને પછી પથ્થરમારો કર્યો હતો. આ મામલે તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Gandhinagar : બહિયલમાં ગરબામાં પથ્થરમારો-આગચંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Dahegam ના Bahiyal માં કોમી છમકલામાં મોટો ખુલાસો | Gujarat First
'આઈ લવ મોહમ્મદ'ના નામે હવે ગુજરાતમાં છમકલું!
Dahegam ના Bahiyal માં કોમી છમકલામાં મોટો ખુલાસો
ગરબા દરમિયાન હિંસક ટોળાએ કર્યો પથ્થરમારો, તોડફોડ
અત્યાર સુધીમાં 60ની અટકાયત, અન્ય 20ની શોધખોળઃ SP
એક વ્યક્તિએ 'આઈ લવ… pic.twitter.com/zGztEIA9CP— Gujarat First (@GujaratFirst) September 25, 2025
Dehgam Riots માં અત્યાર સુધી 60 ની અટકાયત કરાઈ : SP
સોશિયલ મીડિયા પર શરૂ થયેલા 'આઈ લવ મોહમ્મદ'ના (I Love Mohammed) નામે શરૂ થયેલ વિવાદની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. દહેગામનાં બહિયલમાં ગરબા દરમિયાન હિંસક ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરતા કોમી છમકલામાં (Dehgam Riots) મોટો ખુલાસો થયો છે. આ અંગે એસપી રવિ તેજા વાસમશેટીએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, એક વ્યક્તિએ 'આઈ લવ મહાદેવ' (I Love Mahadev) લખતા ટોળું વિફર્યું હતું અને હિંસક ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 60 ની અટકાયત કરવામાં આવી છે અને અન્ય 20 ની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Rajkot : Bahial Riot અંગે મહંત જ્યોતિર્નાથ મહારાજની પ્રતિક્રિયા, કહ્યું- હુમલો કરવા પાછળ..!
યુપીનાં કાનપુરથી શરૂ થયેલ વિવાદ દેશભરમાં ફેલાયો!
અહેવાલ અનુસાર, વોટ્સએપ પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળું વિફર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો અને દુકાનમાં આગ ચાંપી હતી. પોલીસ દ્વારા કોમી છમકલા કેસમાં તપાસનો ધમધમાટ કર્યો છે. રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશના (UP) કાનપુરથી શરૂ થયેલો એક કિસ્સો હવે દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. હકીકતમાં, બારાવફાતના અવસર પર મુસ્લિમ સમુદાય દ્વારા લગાવવામાં આવેલા "આઈ લવ મોહમ્મદ" બેનરથી મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર 'આઈ લવ મોહમ્મદ' સામે 'આઈ લવ મહાદેવ' ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
આ પણ વાંચો - Gandhinagar Encounter: PSI પાટડીયાની પિસ્તોલ ઝૂંટવી સાઇકો કિલરે પોલીસ પર ફાયરિંગ કરવુ ભારે પડ્યું


