Diwali 2025 : દિવાળી પૂર્વે દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને લેવાયો ઐતિસાહિક નિર્ણય!
- દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ઐતિસાહિક નિર્ણય (Diwali 2025)
- ઈફકો કર્મચારી પરિવારમાં દિવાળીનો ઉજાસ, ન્યૂનતમ વેતન 20 હાજર કરાયું
- કર્મચારીનાં હિતમાં વિશેષ રૂ. 140 કરોડની જોગવાઈ કરી, ન્યૂનતમ પગાર વધાર્યો
- ખેડૂતોની સાથો-સાથ કર્મચારી પરિવારને પણ સહકારથી સમૃદ્ધિનો નિર્ણય
દિવાળીનાં (Diwali 2025) શુભ અવસરે ભારતીય કૃષિ સહકારી ખાતર નિર્માણ સંસ્થા (IFFCO) તરફથી અત્યંત મહત્ત્વપૂર્ણ અને આનંદાયક જાહેરાત કરવામાં આવી છે. ઈફકોનાં અધ્યક્ષ દિલીપ સંઘાણીના (Dileepbhai Sanghani) અઘ્યક્ષ સ્થાને યોજાયેલ નિર્દેશક મંડળની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે હેઠળ ઈફકોનાં કર્મચારીઓનું ન્યૂનતમ વેતન પ્રતિ માસ રૂ. 20,000/- ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયની અમલવારી 1 નવેમ્બર 2024 થી શરૂ થશે. તે અંગેની જાહેરાત કરવામાં આવતા કર્મચારી પરિવારમાં દિવાળીનો ઊજાસ ફેલાયો છે.
આ પણ વાંચો - Vadodara : મંત્રી બન્યા બાદ ડો. મનીષાબેન વકીલ પહેલી વખત પાર્ટી કાર્યાલય પહોંચ્યા, જાણો શું કહ્યું
કર્મચારીઓનું ન્યૂનતમ વેતન પ્રતિ માસ રૂ. 20,000/- ચૂકવવાનો નિર્ણય
પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં IFFCO નાં અધ્યક્ષ દિલીપ સંઘાણીના (Dileepbhai Sanghani) અઘ્યક્ષ સ્થાને નિર્દેશક મંડળની (Board of Directors) બેઠક મળી હતી. આ બેઠકમાં ઇફકોનાં કર્મચારીઓનાં હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે હવે કર્મચારીઓનું ન્યૂનતમ વેતન પ્રતિ માસ રૂ. 20,000/-ચૂકવવા પાત્ર રહેશે. દિવાળી (Diwali 2025) પૂર્વે લેવાયેલ આ નિર્ણયની અમલવારી 1 નવેમ્બર 2024 થી શરૂ થશે. આ તકે દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે, સહકારનાં માઘ્યમથી ખેતી અને ખેડૂતની સાથો-સાથ કર્મચારીઓનાં જીવનમાં પણ સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ લાવવાનો અમારો સંકલ્પ છે.
આ પણ વાંચો - Kanti Amrutiya : 'કાના ભાઇ' કાંતિ અમૃતિયા બન્યા રાજ્ય સરકારમાં મંત્રી
વેતન વધારા માટે ઈક્કોએ 140 કરોડથી પણ વધુ નાણાકીય જોગવાઈ કરી
તેમણે વધુમાં કહ્યું કે, આ પગલું સહકારિતા માનવતાવાદી મૂલ્યોને મજબૂત બનાવે છે. વેતન વધારા માટે ઈક્કો દ્વારા 140 કરોડથી પણ વધુ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. વેતન વધારાનાં નિર્ણયથી ઈફકો પરિવારના તમામ સભ્યોએ દિલીપ સંઘાણી પ્રત્યે આભાર વ્યક્ત કરી સંસ્થાનાં ઉત્કર્ષ માટે જોમ અને જુસ્સા સાથે કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો. અત્રે ઉલેખ્ખનીય છે કે, દેશમાં દિવાળીનું પર્વ ઊજવાઈ રહ્યું છે તેવા સમયે ઈફકોનાં નિર્ણયથી હજારો કર્મચારીઓનાં પરિવારમાં ખુશી અને આનંદ છવાયો છે, જે નોંધનીય બાબત છે.
આ પણ વાંચો - High speed corridor : ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગો મળશે


