"હમણાં કરપ્શન ન કરશો" – Fix Pay ના આંદોલનકારીઓના ગ્રુપનો મેસેજ વાયરલ
- સરકારી કર્મચારીઓના ટેલીગ્રામ ગ્રૂપ નો ફોટો વાયરલ
- ટીમ રીમુવ ફિક્સ પે નામના ગૃુપ ફોટો વાયરલ થયો
- હમણાં કરપ્શન કરતા નહી એવું પણ એક કર્મચારી લખ્યું
- 'સરકાર આપણા પર નજર રાખી ને બેઠી છે કરપ્શન કરશો તો પકડાઇ જશો'
- સરકારી કર્મચારીઓ ફિક્સ પે હટાવવા માટે સરકાર સામે કરી રહ્યા છે આંદોલન.
- આંદોલન કરનારા કર્મચારીઓ ના ગૃપ નો સ્ક્રીન શોટ વાયરલ.
- વાયરલ સ્કિન શોર્ટમા હમણાં કરપ્શન ન કરવાની સલાહ
Telegram Group Message Leak : સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક ટેલિગ્રામ ગ્રુપનો સ્ક્રીનશૉટ (Screenshot) વાયરલ થયો છે, જે ગુજરાતના સરકારી કર્મચારીઓના ‘Team Remove Fix Pay’ નામના ગ્રૂપનો હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ ગ્રુપમાં ચર્ચાતા એક મેસેજે ખળભળાટ મચાવ્યો છે, જેમાં કર્મચારીઓને હાલ પૂરતો ભ્રષ્ટાચાર ન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે સરકાર તેમના પર નજર રાખી રહી છે. આ ઘટનાએ ફિક્સ પે સિસ્ટમ સામેના આંદોલન અને સરકારી કર્મચારીઓની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે.
ટેલિગ્રામ ગ્રૂપ અને વાયરલ મેસેજ
‘Team Remove Fix Pay’ નામના આ ટેલિગ્રામ ગ્રુપમાં 8,617 સભ્યો છે, જેમાં મોટાભાગના ત્રીજા વર્ગના સરકારી કર્મચારીઓ હોવાનું માનવામાં આવે છે. આ ગ્રુપનો ઉદ્દેશ ફિક્સ પે સિસ્ટમને નાબૂદ કરવા માટે આંદોલન ચલાવવાનો છે. વાયરલ થયેલા સ્ક્રીનશૉટમાં ‘વિજય પટેલ’ નામના આઈડીથી એક મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે, “બધા મિત્રોને વિનંતી છે, શહીદ બનવા તૈયાર રહો અને ફિક્સ પે માટે આંદોલન કરો. અહીં બોલવાથી કે ટ્રેન્ડ ચલાવવાથી કશું થવાનું નથી. હાલમાં કોઈ મિત્રએ કરપ્શન કરવું નહીં, સરકાર આપણા પર નજર રાખે છે. કરપ્શન કરતા પકડાશો તો સીધા ડિસમિસ થશો.” આ સ્ક્રીનશોર્ટ હાલમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને હવે સવાલ ઉભો થાય છે કે શું ખરેખર આ સરકારી કર્મચારીઓ દ્વારા જ લખવામાં આવેલો સંદેશ છે કે પછી અહીં કોઇએ મેસેજ સાથે છેડછાડ કરી છે?
ACB ની કાર્યવાહીનો ઉલ્લેખ
વાયરલ મેસેજમાં ગુજરાતના એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ની એક પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢના એક ગામના તલાટી જયદીપ ચાવડાની ₹1,500ની લાંચ ઓનલાઈન સ્વીકારવા બદલ ધરપકડના સમાચાર આપવામાં આવ્યા હતા. આ ઉલ્લેખ દ્વારા ગ્રુપના સભ્યોને ચેતવણી આપવામાં આવી છે કે સરકારની નજર હેઠળ ભ્રષ્ટાચારનું જોખમ લેવું ખતરનાક બની શકે છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ
આ સ્ક્રીનશૉટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સે આ મેસેજને એડિટેડ હોવાનો દાવો કર્યો છે, પરંતુ ચકાસણીમાં ‘ટીમ રિમૂવ ફિક્સ પે’ ગ્રુપ અને તેમાં થયેલી આ ચર્ચા વાસ્તવિક હોવાનું જણાયું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ ગ્રુપના સભ્યો પર તપાસની માંગ કરી રહ્યા છે. યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવા મેસેજનો અર્થ શું છે? શું આંદોલન સમાપ્ત થયા બાદ ભ્રષ્ટાચાર ફરી શરૂ થશે? આવા નિવેદનો કર્મચારીઓની માનસિકતા પર પણ સવાલો ઉભા કરે છે.
ફિક્સ પે સામેનું આંદોલન
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા વર્ગની સરકારી નોકરીઓમાં લાગુ ફિક્સ પે સિસ્ટમ નાબૂદ કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે વારંવાર હેશટેગ ટ્રેન્ડ્સ અને ઝુંબેશો ચલાવવામાં આવે છે. કર્મચારીઓનો દાવો છે કે ફિક્સ પે સિસ્ટમ તેમના આર્થિક અને વ્યાવસાયિક હિતોને નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં આ મુદ્દે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ થઈ હતી, જેમાં હજારો પોસ્ટ્સ શેર થઈ હતી. જોકે, સરકાર તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
આ પણ વાંચો : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે સરકારનું કડક વલણ! ગુનેગારને 7 વર્ષથી લઈને આજીવન કેદ...


