Farmers Relief Package: દેવદિવાળીના દિવસે ખેડૂતો માટે આવી શકે સારા સમાચાર
- Farmers Relief Package: આજ સાંજ સુધીમાં કૃષિ રાહત પેકેજ થઈ શકે છે જાહેર
- પ્રેસ કોંફરન્સ કરીને સરકાર જાહેર કરશે કૃષિ રાહત પેકેજ
- અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ થઈ શકે છે જાહેર
Farmers Relief Package: કમોસમી વરસાદ અને કૃષિ પાક નુકસાન મામલે મોટા સમાચાર આવી શકે છે. જેમાં આજે દેવ દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે. તેમાં આજ સાંજ સુધીમાં કૃષિ રાહત પેકેજ જાહેર થઈ શકે છે. પ્રેસ કોંફરન્સ કરીને સરકાર કૃષિ રાહત પેકેજ જાહેર કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર થઈ શકે છે. ગઈ કાલે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો. મેરેથોન બેઠકો બાદ કૃષિ રાહત પેકેજને આખરી ઓપ અપાયો છે.
કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું
ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એના પગલે સરકાર દ્વારા ખેડૂતોને અપાનારા રાહત પેકેજની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. એક અંદાજ મુજબ આ રાહત પેકેજ 7000 કરોડ રૂપિયાથી વધુનું હોઇ શકે છે. રાહત પેકેજ અંગે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આ વખતે 249 તાલુકાના 16387 ગામમાં પાકનું ધોવાણ થયું હોવાની શક્યતા
આ વખતે 249 તાલુકાના 16387 ગામમાં પાકનું ધોવાણ થયું હોવાની શક્યતા છે, જેમાં અંદાજિત 10 લાખ હેક્ટર જમીનમાં ઊભો પાક સાફ થઇ ગયો છે. માવઠાના કારણે પ્રાથમિક સર્વેમાં 2000 કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવાયો હતો, પરંતુ જેમ સર્વે થતો ગયો એમ આંકડો વધતો ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Farmers Relief Package: બિનસત્તાવાર નુકસાનીનો આંકડો વધુનો મુકાઇ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે બિનસત્તાવાર નુકસાનીનો આંકડો વધુનો મુકાઇ રહ્યો છે. એક અંદાજ મુજબ કુલ 85 લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી 51 લાખ હેક્ટરથી વધુના વાવેતરમાં વ્યાપક નુકસાન છે. માવઠાને કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે સરકારે 4800 જેટલી ટીમને કામે લગાડી દીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી. ત્યાર બાદ ટોચના અધિકારીઓ સાથે મિટિંગોનો દૌર ચલાવ્યો હતો. 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઇ ગયો હતો. મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો કે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરો, જેથી તરત જ રાહત પેકેજ જાહેર કરી શકાય, જેથી એવી ધારણા છે કે બાકી રહેલા 30% વિસ્તારોમાં પણ પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવાશે અને સહાય પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: Dev Diwali: કેમ ઉજવાય છે દેવદિવાળી? દિવાળીએ ભગવાન રામ આવ્યાં, દેવદિવાળીએ શિવજીએ બચાવ્યાં...