Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar નલ સે જલ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ, હવે ખુલશે મોટા નામ

ગાંધીનગરમાં નલ સે જલ કૌભાંડમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર CID ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. અગાઉ પણ સરકારી કર્મચારીઓની ધરપકડ થઈ હતી. ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જેમાં નલ સે જલ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ થતા ચર્ચા શરૂ થઇ છે કે હવે મોટા નામ ખુલશે.
gandhinagar નલ સે જલ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ  હવે ખુલશે મોટા નામ
Advertisement
  • ગાંધીનગર CID ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની કરી ધરપકડ
  • અગાઉ પણ સરકારી કર્મચારીઓની થઈ હતી ધરપકડ
  • ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો

ગાંધીનગરમાં નલ સે જલ કૌભાંડમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર CID ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. અગાઉ પણ સરકારી કર્મચારીઓની ધરપકડ થઈ હતી. ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જેમાં નલ સે જલ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ થતા ચર્ચા શરૂ થઇ છે કે હવે મોટા નામ ખુલશે.

એક પછી એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી

આ કૌભાંડમાં એક પછી એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમૃતલાલ પ્રજાપતિ, પ્રતાપસિંહ, લક્ષ્મણ તથા પાર્થકુમાર પટેલ અને અર્જન પાદરિયાની પણ ધરપકડ થઇ છે. અગાઇ મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં થયેલા 123 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર કૌભાંડમાં લુણાવાડા તાલુકા પ્રમુખ ચિરાગ પટેલની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ભાજપના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયાએ ચિરાગ પટેલને પાર્ટીના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.

Advertisement

શું છે નલ સે જલ યોજના કૌભાંડ

નલ સે જલ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના 620 ગામોમાં પીવાના પાણીની સુવિધા માટે પાઈપલાઈન, કૂવા, અને ટ્યુબવેલના નિર્માણ માટે ફાળવવામાં આવેલા રૂ. 123.44 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં નકલી બિલો, બોગસ દસ્તાવેજો, ખોટા ખર્ચના આંકડા અને ટેન્ડર પ્રક્રિયાને બાયપાસ કરીને અનધિકૃત એજન્સીઓને કામ આપવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO)ના મહીસાગર યુનિટ મેનેજર ગિરીશ અગોલાની ફરિયાદના આધારે વડોદરા ઝોન CID ક્રાઈમે જૂન 2024માં FIR નોંધી હતી, જેમાં ચિરાગ પટેલ અને કે.ડી. વણકર સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

નલ સે જલ યોજના જેનો ઉદ્દેશ દરેક ઘર સુધી નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો

મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ જણાવ્યું કે, ચિરાગ પટેલની અયોગ્ય કામગીરી અને પાર્ટીની જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના કારણે તેમને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા છે. ભાજપે આ કાર્યવાહીને પાર્ટીની શિસ્ત અને ભ્રષ્ટાચાર સામેની "ઝીરો ટોલરન્સ" નીતિના ભાગરૂપે ગણાવી છે. નલ સે જલ યોજના જેનો ઉદ્દેશ દરેક ઘર સુધી નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો છે, તેમાં મહીસાગર જિલ્લામાં 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન આ ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું છે.

આ કૌભાંડે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો

WASMOના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાંઠગાંઠ કરીને સરકારી ભંડોળની ઉચાપત કરી જેમાં અધૂરા પ્રોજેક્ટોને પૂર્ણ દર્શાવી નાણાં ઉપાડવામાં આવ્યા. આ ઉપરાંત, 27 કોન્ટ્રાક્ટરોને જૂન 2024માં WASMO દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ નિર્ણય રદ કરવો પડ્યો હતો. આ કૌભાંડે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ

Tags :
Advertisement

.

×