Gandhinagar : મજૂરી કામ કરતા 3 યુવક સુઘડ નર્મદા કેનાલમાં ડૂબ્યા, 2 નાં મોત
- સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકોનાં ડૂબી જવાનો મામલો (Gandhinagar)
- એક વ્યક્તિને જીવિત બહાર કઢાયો, બે લોકોનાં મોત નીપજ્યા
- ફાયર વિભાગે સર્ચ કરીને બે ડૂબી જનારનાં મૃતદેહ બહાર કાઢ્યા
- ત્રણેય લોકો નજીકનાં કોટેશ્વર ખાતે મજૂરી કામ કરતા હતા
Gandhinagar : સુઘડ નર્મદા કેનાલમાં (Sudhad Narmada Canal) ત્રણ લોકો ડૂબી જવાની હિચકારી ઘટના બની છે, આ દુર્ઘટનાને લઈ હવે મોટા સમાચાર આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 1 વ્યક્તિને જીવિત બહાર કાઢ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્રણેય લોકો નજીકનાં કોટેશ્વર ખાતે મજૂરી કામ કરતા હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Liquor Theft : વડોદરા ગ્રામ્યમાં પોલીસે પહેલાં દારૂ ચોરી કર્યો અને પછી કેમ સળગાવી દીધો ?
Gandhinagar : સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકોના ડૂબી જવાનો મામલો
એક વ્યક્તિને જીવીત બહાર કઢાયો, બે લોકોના મોત
ફાયર વિભાગે સર્ચ કરી બે ડૂબી જનારના મૃતદેહ બહાર કાઢ્યા
ત્રણેય લોકો નજીકના કોટેશ્વર ખાતે મજૂરી કામ કરતા હતા। Gujarat First #Gujarat #GandhinagarNews #SughadCanal… pic.twitter.com/5XFnaG6oFD— Gujarat First (@GujaratFirst) August 7, 2025
એક વ્યક્તિને જીવિત બહાર કઢાયો, બે લોકોનાં મોત નીપજ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલ સુઘડ નર્મદા કેનાલમાં 3 લોકો નહાવા માટે ગયા હતા. જો કે, આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ત્રણેય લોકો ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની (Fire Department) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ ત્રણ પૈકી એક વ્યક્તિને કેનાલમાંથી જીવિત બહાર કાઢ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિનાં ડૂબી જતા મોત નીપજ્યા છે.
આ પણ વાંચો - Uttarkashi Cloudburst : ઉત્તરકાશી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી
Gandhinagar કેનાલમાં ડૂબેલા ત્રણેય યુવક કોટેશ્વર ખાતે મજૂરી કામ કરે છે
ગાંધીનગર ફાયર વિભાગની ટીમ દ્વારા બંને મૃતદેહોને સુઘડ નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ (Gandhinagar Police) પણ બનાવ સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને હાલ પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર કેનાલમાં નહાવા પડેલા ત્રણેય યુવક કોટેશ્વર ખાતે છૂટક મજૂરી કામ કરે છે અને નહાવા માટે સુઘડ નર્મદા કેનાલે ગયા હતા.
આ પણ વાંચો - Bharuch : નવજાત બાળકીને ત્યજી દેનાર સગીરાને હોસ્પિટલમાંથી રજા અપાઈ, પોલીસ નિવેદન લેશે


