Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગુજરાતનાં વધુ 5 IPS ને કેન્દ્રમાં ડેપ્યુટેશન, અહીં જાણો નામ!

કેન્દ્રમાં IG તરીકે 5 અધિકારીને એમપેનલ કરાયા હોવાની માહિતી છે.
gandhinagar   ગુજરાતનાં વધુ 5 ips ને કેન્દ્રમાં ડેપ્યુટેશન  અહીં જાણો નામ
Advertisement
  1. કેન્દ્રમાં IG તરીકે ગુજરાત કેડરનાં 5 અધિકારી થયા એમપેનલ
  2. કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે IPS અધિકારીઓ એમપેનલ કરાયા
  3. ખુરશીદ અહેમદ, ચિરાગ કોરડીયા, શરદ સિંધલ એમપેનલ થયા
  4. બિપિન આહીર અને એન.એન.ચૌધરી પણ થયા એમપેનલ

Gandhinagar : ગુજરાતનાં વધુ 5 IPS ને કેન્દ્રમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. કેન્દ્રમાં IG તરીકે 5 અધિકારીને એમપેનલ કરાયા હોવાની માહિતી છે. ખુરશીદ અહેમદ, ચિરાગ કોરડીયા, શરદ સિંઘલ, બિપિન આહિર અને એન.એન. ચૌધરી કેન્દ્રમાં એમપેનલ કરાયા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો -Gandhinagar: ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય, ગુજરાતના 12 IPS અધિકારીઓને અપાયું પ્રમોશન

Advertisement

IG તરીકે 5 અધિકારીને એમપેનલ કરાયા

ગુજરાતમાં વધુ 5 આઈપીએસને કેન્દ્રમાં ડેપ્યુટેશન કરાયા છે. માહિતી અનુસાર, કેન્દ્ર સરકારમાં IG તરીકે 5 અધિકારીને એમપેનલ કરાયા છે, જે હેઠળ ખુરશીદ અહેમદ, ચિરાગ કોરડીયા, શરદ સિંઘલ, બિપીન આહિર અને એન.એન. ચૌધરીનું નામ સામેલ છે. જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે 1 જાન્યુઆરીએ એવી માહિતી સામે આવી હતી કે, રાજ્યનાં 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે, જે હેઠળ ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : શાળાએથી ઘરે જતાં સાઇકલ સવાર વિદ્યાર્થીને આઇસરચાલકે મારી જોરદાર ટક્કર અને..!

ગઈકાલે ગુજરાતનાં 12 IPS અધિકારીઓને અપાયું હતું પ્રમોશન

IPS નીરજા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં GDP તરીકે, IPS હિતેશ જોયસરને સુરત ગ્રામ્યનાં DIG તરીકે, IPS તરુણ દુગ્ગલને મહાસાણા DIG તરીકે, IPS ચૈતન્ય માંડલિકને CID ક્રાઈમનાં DIG તરીકે, IPS સરોજકુમારી પશ્ચિમ રેલવેનાં DIG તરીકે, IPS આર.વી.ચુડાસમાને SRPF ગ્રૂપ-9 વડોદરાનાં DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Banaskantha : તમે Lucky Draw ની ટિકિટ ખરીદી નથી ને? ગૌશાળા, શિક્ષણ નામે ચાલતો ગોરખધંધો જાણી ચોંકી જશો!

Tags :
Advertisement

.

×