Gandhinagar : કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક દીવાલ ધસી પડી, 3 દટાયા, એકનું મોત
- Gandhinagar માં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર દીવાલ ધસી પડી
- દીવાલ ધસી પડતા ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકો દટાયા હતા
- એક શ્રમિકનું મૃત્યું થયું, 2 શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- કોબા કમલમ પાસે આવેલ શ્રી એરીશ નામની સાઈટ પરની ઘટના
Gandhinagar : ગાંધીનગરમાં આજે મોટી દુર્ઘટનામાં સર્જાઈ છે. ગાંધીનગરમાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર દીવાલ ધસી પડતા 3 શ્રમિક દટાયા હતા, જે પૈકી 1 નું મોત નીપજ્યું છે જ્યારે 2 શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કોબા કમલમ (Koba Kamalam) પાસે આવેલ શ્રી એરિશ નામની સાઈડ પર આ ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે. ગાંધીનગર ફાયરનાં જવાનો ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. શ્રમિકો સેફ્ટીનાં સાધનો વગર કામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કેટલા DNA મેચ થયા? ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી, NFSU લેબ પહોંચ્યું Gujarat First
કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક દીવાલ ધસી પડી, 3 શ્રમિક દટાયા
ગાંધીનગરમાં (Gandhinagar) નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના ઘટી છે. માહિતી અનુસાર, કોબા કમલમ પાસે આવેલ શ્રી એરિશ નામની સાઈટ પર કામ ચાલી રહ્યું છે. દરમિયાન, આજે કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક દીવાલ ધસી પડી હતી, જે હેઠળ ત્યાં કામ કરતા 3 જેટલા શ્રમિક દટાયા હતા. ઘટનાને પગલે સાઇટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ફાયર બ્રિગેડને (Fire Brigade) જાણ કરતા ટીમ ત્વરિત ત્યાં પહોંચી હતી અને શ્રમિકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : એક માત્ર જીવિત પેસેન્જર વિશ્વાસ કુમારને ડિસ્ચાર્જ કરાયા, ભાઈની અંતિમક્રિયામાં પણ જોડાયા
ગાંધીનગરમાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈડ પર દિવાલ ધસી
દિવાલ ધસી પડતા 3 શ્રમિકો દટાયા
એક શ્રમિકનું મૃત્યું, 2 શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા
કોબા કમલમ પાસે શ્રી એરીશ નામની સાઈડમાં દિવાલ ધસી પડી
આ ઘટનામાં મજૂરી કામ કરી રહેલા ત્રણ શ્રમિકો દટાયા હતા
સેફ્ટિના સાધનો વગર કામ કરવામાં… pic.twitter.com/YcjJL8uZc2— Gujarat First (@GujaratFirst) June 18, 2025
3 પૈકી 1 નું મોત, 2 સારવાર હેઠળ
ગાંધીનગર ફાયર બ્રિગેડે સ્થાનિક લેબર અને પોલીસની ટીમની મદદથી ત્રણેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા. જો કે, ત્રણ પૈકી 1 શ્રમિકનું મોત નીપજ્યું છે. જ્યારે, 2 ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, શ્રમિકો ઘટના સમયે સેફ્ટીનાં સાધનો વગર કામ કરી રહ્યા હતા. જો કે, આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Rain in Gujarat: ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર, 10 વોર્નિંગ લેવલ પર


