Gandhinagar : રાજ્યના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મ!
- રાજ્યના પાટનગર (Gandhinagar) માં નાની બાળકી પર દુષ્કર્મની ઘટના
- ગાંધીનગર શહેરના સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મ
- માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના
- બાળકી રાત્રે વોશરૂમ માટે ગઈ ત્યારે ઘટના બની
- ગાંધીનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
- ગાંધીનગર જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી ગયા
- ચાર શકમંદોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી
Gandhinagar : ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે. પરંતુ દુષ્કર્મની અને મહિલાઓ સાથે થતા અત્યાચારની ઘટનાઓનો અંત થતો નથી. ત્યારે ગુજરાતના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગાંધીનગર શહેરના સેક્ટર 24માં નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર 6 વર્ષની બાળકી રાત્રીના સમયે વોશરૂમ માટે ગઈ હતી ત્યારે નરાધમ ત્રાટક્યો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
5 વર્ષની બાળકી પર દુષ્કર્મ
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની જાણ પોલીસને થતા ગાંધીનગર પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા પારખીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં 4 શંકાસ્પદ લોકોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનાની જાણ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને થતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે અટકાયત કરેલા શંકાસ્પદ લોકોને પુછપરછમાં વધારે ખુલાસો થાય તેવી શક્યતા છે. પીડિત બાળકીના પરિવારજનોએ આરોપીઓને કડક સજા મળે તેવી માગ કરી છે.
4 શકમંદોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી (Gandhinagar)
સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર પાટનગર ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાની જાણ પોલીસને થતા તંત્ર દોડતુ થયુ હતું. જેના પગલે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ લોકોની અટકાય કરી હતી. ત્યારબાદ પુછપરછ હાથ ધરી હતી. જો કે અહીં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થાય છે.
આ પણ વાંચો : Mehsana : લિબિયામાં બંધક દંપતીનાં વીડિયો કોલનો Video આવ્યો સામે! સાંસદની વિદેશ પ્રધાનને રજૂઆત


