Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: સ્વચ્છ હવા માટે મોટો નિર્ણય, સિટી ક્લીન એર એક્શન પ્લાન જાહેર

Gandhinagar: સિટી ક્લીન એર એક્શન પ્લાન જાહેર થયો છે. જેમાં ગાંધીનગર શહેરની સ્વચ્છ હવા માટે એક્શન પ્લાન તૈયાર થયો છે. પ્લાન અંતર્ગત વર્ષ 2025-2030 સુધી અમલી રહેશે. તેમાં મહાનગરપાલિકા એક્શન પ્લાન હેઠળ 34 મુખ્ય કામો કરશે. 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનોના સંદર્ભે નિયમ ઘડાશે. પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે ખાસ ડ્રાઇવ કરવામાં આવશે.
gandhinagar  સ્વચ્છ હવા માટે મોટો નિર્ણય   સિટી ક્લીન એર એક્શન પ્લાન જાહેર
Advertisement
  • Gandhinagar શહેરની સ્વચ્છ હવા માટે એક્શન પ્લાન
  • પ્લાન અંતર્ગત વર્ષ 2025-2030 સુધી અમલી રહેશે
  • પ્રદૂષણ ફેલાવતાં વાહનો સામે ખાસ ડ્રાઇવ કરવામાં આવશે

Gandhinagar: સિટી ક્લીન એર એક્શન પ્લાન જાહેર થયો છે. જેમાં ગાંધીનગર શહેરની સ્વચ્છ હવા માટે એક્શન પ્લાન તૈયાર થયો છે. પ્લાન અંતર્ગત વર્ષ 2025-2030 સુધી અમલી રહેશે. તેમાં મહાનગરપાલિકા એક્શન પ્લાન હેઠળ 34 મુખ્ય કામો કરશે. 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનોના સંદર્ભે નિયમ ઘડાશે. પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે ખાસ ડ્રાઇવ કરવામાં આવશે. ગ્રીન કવર વધારવા માટે ખાસ બજેટ ફાળવવામાં આવશે.

ક્લીન એર એક્શન પ્લાન 2025–2030 જાહેર થયો

સ્વચ્છ હવા માટે ગાંધીનગરનો મોટો નિર્ણય છે. જેમાં ક્લીન એર એક્શન પ્લાન 2025–2030 જાહેર થયો છે. તેમાં રૂપિયા 286 કરોડના પ્રોજેક્ટથી પ્રદૂષણ નિયંત્રણની તૈયારી છે. હવા પ્રદૂષણ સામે સરકારે વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

Advertisement

Advertisement

આગામી પાંચ વર્ષમાં રૂપિયા 286 કરોડનો ખર્ચ કરવાની યોજના

રાજધાની ગાંધીનગરમાં હવા ગુણવત્તા સુધારવા માટે રાજ્ય સરકારે ગાંધીનગર સિટી ક્લીન એર એક્શન પ્લાન (2025–2030) જાહેર કર્યો છે. આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂપિયા 286 કરોડનો ખર્ચ કરવાની યોજના છે. શહેરમાં વધતા વાહન પ્રદૂષણ, ઉદ્યોગોની ધૂળ, અને કચરાથી થતા વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે.

Gandhinagar: ઉદ્યોગો, ટ્રાફિક અને કચરાનું નિયંત્રણ કરવા 34 મુખ્ય કામગીરીઓનો સમાવેશ થશે

ઉદ્યોગો, ટ્રાફિક અને કચરાનું નિયંત્રણ કરવા 34 મુખ્ય કામગીરીઓનો સમાવેશ થશે. આ યોજનામાં કુલ 34 મહત્વપૂર્ણ કામગીરીઓ સામેલ કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે ટ્રાફિક અને વાહન વ્યવસ્થાપન સુધારણા, ધૂળ નિયંત્રણ માટે રોડ ધોવાની વ્યવસ્થા, ઉદ્યોગોની નિયમિત તપાસ, કચરો સંગ્રહ અને ડિસ્પોઝલ સિસ્ટમમાં સુધારણા, બાંધકામ સાઇટ પર પ્રદૂષણ નિયંત્રણ જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે. સાથે સાથે, 15 વર્ષથી જૂના કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ લગાડવામાં આવશે અને પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કડક કાર્યવાહી થશે.

ઈ-વ્હીકલ નીતિ અને શહેર બહાર ઉદ્યોગ સ્થળાંતરણની યોજના

શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે સાથે સાથે “સિટી ઈ-વ્હીકલ રેડીનેસ પોલિસી” પણ જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપાશે અને ઈ-ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારાશે. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને શહેરની બહાર સ્થાનાંતરિત કરવાની યોજના પણ છે જેથી રહેણાંક વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુધરે. સરકારના અધિકારીઓએ જણાવ્યું કે આ પગલાંથી ગાંધીનગર આગામી વર્ષોમાં “ગ્રીન એન્ડ ક્લીન કેપિટલ” તરીકે ઓળખાશે. આ યોજના શહેરના નાગરિકોના આરોગ્યમાં સુધાર સાથે પર્યાવરણની દૃષ્ટિએ પણ એક મોટું માઈલસ્ટોન સાબિત થશે.

આ પણ વાંચો: AI ફક્ત ફોટો અને Video બનાવવા માટે જ નથી, ઓફિસ કાર્યમાં પણ છે ખૂબ ઉપયોગી

Tags :
Advertisement

.

×