ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Private Tuition : ખાનગી ટ્યૂશન-કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકો માટે મોટા સમાચાર

8 સભ્યોની આ કમિટી ખાનગી ટ્યૂશન ક્લાસિસ અંગે મુસદ્દો તૈયાર કરશે. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટીમાં સભ્ય તરીકે રાખી શકાશે.
03:53 PM Sep 30, 2025 IST | Vipul Sen
8 સભ્યોની આ કમિટી ખાનગી ટ્યૂશન ક્લાસિસ અંગે મુસદ્દો તૈયાર કરશે. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટીમાં સભ્ય તરીકે રાખી શકાશે.
Tution_Gujarat_first
  1. Private Tuition ક્લાસ-કોચિંગ ક્લાસ અંગે મોટા સમાચાર (Gandhinagar)
  2. ગુજરાતમાં ખાનગી ટ્યૂશન માટે આવશે નવો કાયદો!
  3. ખાનગી ટ્યશન સંચાલકો સામે સરકાર નવો કાયદો લાવશે!
  4. શિક્ષણ બૉર્ડનાં અધ્યક્ષના વડપણ હેઠળ કમિટી બનાવી
  5. 8 સભ્યોની કમિટી ખાનગી ટ્યૂશન ક્લાસિસ અંગે તૈયાર મુસદ્દો કરશે

Gandhinagar : રાજ્યમાં ખાનગી ટ્યૂશન ક્લાસ-કોચિંગ ક્લાસને (Private Tuition Classes-Coaching Classes) લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ખાનગી ટ્યૂશન માટે હવે નવો કાયદો આવશે. ખાનગી ટ્યૂશન સંચાલકો સામે નવો કાયદો લાવવા સરકારે શિક્ષણ બૉર્ડના (Gujarat Education Board) અધ્યક્ષના વડપણ હેઠળ કમિટી બનાવી છે. 8 સભ્યોની આ કમિટી ખાનગી ટ્યૂશન ક્લાસિસ અંગે મુસદ્દો તૈયાર કરશે. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટીમાં સભ્ય તરીકે રાખી શકાશે. કમિટી આ કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરી સરકારને સોંપશે.

આ પણ વાંચો - Amit Khunt Case : અતાઉલ્લા મણિયારને આ આકરી શરતો સાથે જામીન મંજૂર

ગુજરાતમાં Private Tuition માટે આવશે નવો કાયદો!

ગુજરાત સરકારે રાજ્યમાં ચાલતા ખાનગી ટ્યૂશન (Private Tuition) અને કોચિંગ ક્લાસનાં સતત થઈ રહેલા વિસ્તરણને નિયંત્રિત કરવા માટે મહત્વાકાંક્ષી પગલું ભર્યું છે. રાજ્યમાં ખાનગી ટ્યૂશન ક્લાસ-કોચિંગ પર કડક કાયદો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સરકારનાં શિક્ષણ બૉર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ એક કમિટી બનાવાઈ છે. આ કમિટીમાં 8 સભ્યો છે, જેમાં નિષ્ણાંત વ્યક્તિઓને સભ્ય તરીકે રાખી શકાશે. કમિટી આ કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરી સરકારને સોંપશે.

આ પણ વાંચો - Surat: AAP MLA ગોપાલ ઈટાલિયા અને નિખિલ દોંગાની સૂચક મુલાકાતથી રાજકારણમાં ગરમાવો

કમિટી આ કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરી સરકારને સોંપશે

પ્રાથમિક રિપોર્ટ અનુસાર, ટ્યૂશનમાં શુલ્કની મર્યાદા, વિદ્યાર્થીઓની સુરક્ષા, માનસિક આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. કમિટી દ્વારા ટ્યૂશન ક્લાસિસ અંગે આવતી રજૂઆતો અને અભિપ્રાયોનું વિશ્લેષણ કરવામાં આવશે. ત્યાર બાદ ટ્યુશન અને કોચિંગ ક્લાસોના નિયમો-કાયદાઓનો વ્યાપક અભ્યાસ કરીને વ્યવસ્થિત નવો કાયદાનો ખસેડો તૈયાર કરવાનું છે.

આ પણ વાંચો - Surat : બે અલગ-અલગ ઘટનામાં કુલ 3 નાં મોત, મિલમાં કામદારો વચ્ચે બબાલ, આધેડનું મોત

Tags :
Education CommitteeGandhinagarGUJARAT EDUCATION BOARDGUJARAT FIRST NEWSGujarat GovernmentPrivate TuitionTop Gujarati NewsTuition Classes-Coaching Classes
Next Article