ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : મહેસૂલ વિભાગમાં બદલીઓને લઈ મોટા સમાચાર, એક સાથે 24 મામલતદારની બદલી

માહિતી અનુસાર, સરકાર દ્વારા એક સાથે 24 મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા બદલીઓનો આદેશ કરાયો છે.
10:46 PM May 22, 2025 IST | Vipul Sen
માહિતી અનુસાર, સરકાર દ્વારા એક સાથે 24 મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા બદલીઓનો આદેશ કરાયો છે.
  1. રાજ્યનાં મામલતદારોનાં બદલીનાં આદેશ (Gandhinagar)
  2. એક સાથે 24 જેટલા મામલતદારોની બદલી કરાઈ
  3. મહેસૂલ વિભાગે બદલીનાં આદેશ કર્યા

Gandhinagar : રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીઓનો દોર હાલ પણ યથાવત છે. પોલીસકર્મીઓની બદલીઓ બાદ હવે મામલતદારોની બદલીનાં આદેશ કરાયા છે. માહિતી અનુસાર, એક સાથે 24 મામલતદારોની બદલી કરાઈ છે. મહેસૂલ વિભાગે (Revenue Department) આ બદલી અંગે આદેશ કર્યા છે. રાજકોટ શહેર પૂર્વ, મામલતદાર શૈલેષકુમાર જે. ચાવડાની ખેડા જિલ્લાનાં અધિક ચિટનીસ તરીકે બદલી કરાઈ છે.

આ પણ વાંચો -Bhavnagar : છત્તીસગઢમાં નક્સલી હુમલામાં દેવગાણા ગામનાં જવાન શહીદ, આવતીકાલે વતનમાં અંતિમવિધિ

એક સાથે 24 જેટલા મામલતદારોની બદલી કરાઈ

રાજ્યમાં મામલતદારની બદલીને લઈને મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, સરકાર દ્વારા એક સાથે 24 મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા બદલીઓનો આદેશ કરાયો છે. અમદાવાદ જિલ્લામાં (Ahmedabad) બાવળાનાં મામલતદાર ઘનશ્યામ બી. પટેલની બદલી ગાંધીનગર (Gandhinagar) જિલ્લા રાહત નિયામકની કચેરી -2 ખાતે આવેલ વ્યવસ્થાપન આપત્તિ સેલ-ઇમરજન્સી રિસ્પોન્સ ઓપરેશન સેન્ટરમાં મામલતદાર તરીકે થઈ છે.

આ પણ વાંચો -Banaskantha: ડીસા જીઆઇડીસીમાં વધુ એક ફેક્ટરીમાં લાગી આગ, મોટી જાનહાની ટળી

મહેસૂલ વિભાગે બદલીનાં આદેશ કર્યા

ઉપરાંત, પોરબંદર જિલ્લાનાં (Porbandar) પબ્લિક રિલેશન ઓફિસર મીરાબેન એચ. જાનીની બદલી રાજકોટ જિલ્લામાં (Rajkot) ડિઝાસ્ટર વિભાગમાં મામલ મામલતદાર તરીકે ટ્રાન્સફર અપાયું છે. જુનાગઢ જિલ્લાનાં (Junagadh) પબ્લિક રિલેશન ઓફિસર અશોકકુમાર જે. મકવાણાને અમરેલી જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગમાં મામલતદાર તરીકે ટ્રાન્સફર કરાયા છે.

આ પણ વાંચો -Rajkot : શાળા સંચાલકનાં અંગતપળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપનારા 3 બોગસ પત્રકાર ઝડપાયા

Tags :
AhmedabadBavla.Disaster DepartmentGandhinagarGovernment Officials TransfersGUJARAT FIRST NEWSJunagadhMamlatdarPorbandarPublic Relations Officer AmreliRAJKOTrevenue departmentTop Gujarati News
Next Article