Gandhinagar : કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત, સો. મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી
- મુખ્યમંત્રી ઓફિસ બાહર MLA Kantilal Amrutiya અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મુલાકાત
- બંને નેતા વચ્ચે મુલાકાતની તસવીરો કાંતિલાલ અમૃતિયાએ સો. મીડિયા પર કરી પોસ્ટ
- ચેલેન્જની રાજનીતિ બાદ બંને નેતાઓની એકબીજા સાથે મુલાકાત થતા ચર્ચાઓ વેગવંતી થઈ
- કોમેન્ટનું વાવાઝોડું આવ્યું, કોઈએ લીધી મજા તો કોઈએ કર્યા કટાક્ષ!
Gandhinagar : મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (Kantilal Amrutiya) અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ થોડા દિવસ પહેલા રાજીનામા આપીને ફરી ચૂંટણી લડવા માટે એકબીજાને પડકાર ફેંક્યો હતો, જેનાં કારણે સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. આ મુદ્દો રાજ્યનાં મીડિયામાં પણ ખૂબ જ ચગ્યો હતો. કાંતિલાલ અમૃતિયા તો વિવિધ કારનાં મસમોટા કાફલા સાથે ગાંધીનગર સુધી પણ પહોંચી ગયા હતા. જો કે, થોડા સમય સુધી ગોપાલ ઇટાલિયાની (Gopal Italia) રાહ જોયા બાદ તેઓ પરત ફર્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમે ભારે રાજકીય ડ્રામા સર્જ્યો હતો. જો કે, હવે બંને નેતાઓની મુલાકાતની તસવીરોએ ફરી એકવાર ભારે ચર્ચા જગાવી છે.
કાંતિલાલ અમૃતિયાએ બંને નેતા વચ્ચે મુલાકાતની તસવીરો કરી પોસ્ટ
મોરબીમાં MLA કાંતિલાલ અમૃતિયા (Kantilal Amrutiya) અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia) વચ્ચે ચેલેન્જની રાજનીતિને રાજ્યનાં રાજકારણમાં ભારે ચર્ચા જગાડી હતી. ત્યારે હવે બંને નેતાઓની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાઓ વેગવંતી થઈ છે. જણાવી દઈએ કે, MLA કાંતિલાલ અમૃતિયાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર AAP નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાતની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા અને હસી-મજાક કરતા નજરે પડે છે.
આ પણ વાંચો -Gambhira Bridge: ગંભીરા બ્રિજ પરથી આખરે 27 દિવસ બાદ ટેન્કરને બ્લૂન સિસ્ટમથી ઉતારી લેવામાં આવ્યું
AAP ના કાર્યકર્તાએ નાગરિક પર કરેલા હુમલાની ધારાસભ્યે કરી નિંદા
આ પોસ્ટ સાથે કાંતિલાલ અમૃતિયાએ લખ્યું કે, 'આજરોજ મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે શ્રી ગોપાલભાઈ ઇટાલીયાની સાથે મુલાકાત કરી, સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક પર કરેલ હુમલાની નિંદા કરી. મારા 30 વર્ષનાં જાહેર જીવન દરમિયાન, દરેક નાગરિકનાં પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી, યોગ્ય તેમ જ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે. આ મુલાકાત દરમિયાન, આપનાં કાર્યકર્તાઓ દ્વારા મોરબીને (Morbi) બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, તેને બંધ કરવા વિનંતી કરી... તેમ જ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને (AAP) જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી.'
આ પણ વાંચો -Chaitar Vasava : 'લાફાકાંડ' માં ધારાસભ્ય ચૈતર વસાવાની સતત વધી રહી છે મુશ્કેલી!
કોમેન્ટનું વાવાઝોડું આવ્યું, કોઈએ લીધી મજા તો કોઈએ કર્યા કટાક્ષ!
જો કે, ગોપાલ ઇટાલિયા સાથે તસવીરોની કાંતિલાલ અમૃતિયાની આ પોસ્ટ હાલ ખૂબ જ વાઇરલ થઈ છે. લોકો આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે બંને નેતાઓની મુલાકાતને સારી ગણાવી તો કેટલાકે કટાક્ષ કરી બંને નેતાઓને સલાહ પણ આપી. ગણતરીનાં સમયમાં જ આ પોસ્ટ પર કોમેન્ટની ભરમાર જોવા મળી છે.
આ પણ વાંચો -Rajkot : ભેળસેળયુક્ત ખોરાકની ટેસ્ટિંગ માટેનાં મોંઘાદાટ મશીનો જ ધૂળ ખાતા થયા!


