Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : રાજ્યમાં તૂટેલા રસ્તા-ખાડાઓની કેબિનેટમાં લેવાઈ નોંધ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) બિસ્માર રોડ-રસ્તા અને ખાડાઓની ઘટનાઓ બાબતે કેબિનેટમાં સૂચના આપી છે.
gandhinagar   રાજ્યમાં તૂટેલા રસ્તા ખાડાઓની કેબિનેટમાં લેવાઈ નોંધ  cm ભૂપેન્દ્ર પટેલે કર્યા આદેશ
Advertisement
  1. ગુજરાત ફર્સ્ટના અહેવાલની રાજ્ય કેબિનેટમાં ગૂંજ (Gujarat First News)
  2. રાજ્યમાં તૂટેલા રસ્તા અને ખાડાઓની કેબિનેટમાં લેવાઈ નોંધ
  3. CM ભૂપેન્દ્ર પટેલે ખાડાઓની ઘટનાઓ બાબતે કેબિનેટમાં આપી સૂચના
  4. તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા મુખ્યમંત્રીના આદેશ

Gandhinagar : રાજ્યનાં કેબિનેટમાં ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની (Gujarat First News) ગૂંજ સાંભળવા મળી છે. રાજ્યમાં તૂટેલા રસ્તા અને મસમોટા ખાડાઓ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલની હવે ધારદાર અસર જોવા મળી છે. કેબિનેટમાં આ સમસ્યાઓ અંગે નોંધ લેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) બિસ્માર રોડ-રસ્તા અને ખાડાઓની ઘટનાઓ બાબતે કેબિનેટમાં સૂચના આપી છે.

આ પણ વાંચો - Morari Bapu : હિમાચલ પ્રદેશ, તેલંગણાની ઘટનામાં મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, 12 લાખથી વધુની સહાય

Advertisement

Advertisement

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલોની ગૂંજ રાજ્ય કેબિનેટમાં સાંભળવા મળી

રાજ્યમાં ચોમાસાની (Gujarat Monsoon) શરૂઆતમાં જ ઠેર-ઠેર પાણી ભરાતા રોડ રસ્તાઓ બિસ્માર થયા છે. જ્યારે કેટલીક જગ્યાએ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી ભરાતા રોગચાળોની સમસ્યા ઊભી થવા પામી છે. તાજેતરમાં નવા બનેલા કેટલાક રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે. રોડ-રસ્તાનાં નિર્માણમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા સતત અહેવાલ રજૂ કરવામાં આવ્યા. ચોમાસામાં વરસતા વરસાદમાં ગ્રાઉન્ડ પર જઈ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા નાગરિકોની સમસ્યાઓ અંગેનાં અહેવાલ રજૂ કરવામાં આવ્યા. ત્યારે હવે ગુજરાત ફર્સ્ટનાં અહેવાલોની ગૂંજ રાજ્ય કેબિનેટમાં સાંભળવા મળી છે.

આ પણ વાંચો - Junagadh : તંત્રની નબળી કામગીરી સામે BJP ના MLA એ જ મોરચો માંડ્યો!

તૂટેલા રસ્તાઓ અને ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવા CM નો આદેશ

જણાવી દઈએ કે, રાજ્યભરમાં ખાડારાજનો ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં તૂટેલા રસ્તા અને ખાડાઓની કેબિનેટમાં નોંધ લેવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મસમોટા ખાડાઓની ઘટનાઓ બાબતે કેબિનેટમાં સૂચના આપી છે. તૂટેલા રસ્તાઓ અને ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવા આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Rajkot : ઉપલેટામાં મકાન ધરાશાયી, એક મહિલાને ગંભીર ઇજાઓ, અન્ય એક કાટમાળમાં દબાઈ

Tags :
Advertisement

.

×