Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિવસને બનાવ્યો યાદગાર
- CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 'પ્રેરણા સંવાદ' કાર્યક્રમ
- શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગરમાં 'પ્રેરણા સંવાદ' કાર્યક્રમ
- શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 37 શિક્ષકો સાથે સંવાદ
- શિક્ષકો શેર કરશે પોતાના અનુભવો અને પ્રતિભાવો
- મુખ્યમંત્રી સાથે સંવાદ કરવા શિક્ષકોમાં ઉત્સુકતા
- તત્કાલીન CM નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ પરંપરા યથાવત
- વડાપ્રધાન મોદીએ શિક્ષકોની ભૂમિકાને ખૂબ જ મહત્વ આપ્યું
CM Bhupendra Patel with Students : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 5મી સપ્ટેમ્બરના શિક્ષક દિન નિમિત્તે ગુરુજનોના યોગદાનનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કર્યો. આ પ્રસંગે ગાંધીનગર શહેર અને જિલ્લાની 5 શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
શિક્ષક દિવસે ગુરુજનોનું સન્માન અને યોગદાન
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ, 5મી સપ્ટેમ્બર, સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ વ્યક્તિ અને સમાજના ઘડતરમાં શિક્ષકોના અમૂલ્ય કામને બિરદાવવા માટે સમર્પિત છે. પરંપરાગત રીતે, આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો આપીને શિક્ષકોના કલ્યાણ માટે યોગદાન આપવામાં આવે છે.
CM ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને જાળવી રાખીને ગુરુજનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે ફાળો આપતી વખતે બાળકો સાથે સહજ સંવાદ સાધ્યો, જેનાથી શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમનો ભાવ વધુ દૃઢ થયો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી અને વિવિધ શાળાઓના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Teachers Day નિમિત્તે Gandhinagar માં શિક્ષકો સાથે CMનો 'પ્રેરણા સંવાદ' । Gujarat First
શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગરમાં 'પ્રેરણા સંવાદ' કાર્યક્રમ
CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 'પ્રેરણા સંવાદ' કાર્યક્રમ
શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 37 શિક્ષકો સાથે સંવાદ
શિક્ષકો શેર… pic.twitter.com/NOJHHNO3yr— Gujarat First (@GujaratFirst) September 5, 2025
37 શિક્ષકો સાથે પ્રેરણા સંવાદ
આજે સવારે અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ આયોજિત કરવામાં આવ્યો, જેમાં રાજ્યના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રાજ્યના શ્રેષ્ઠ 37 શિક્ષકોને પારિતોષિક આપવામાં આવ્યા. આ તમામ 37 શિક્ષકો સાથે પ્રેરણા સંવાદ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ તેમને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ શિક્ષકોનું સ્વાગત કરશે અને તેમની પ્રેરણાસભર સંવાદ કરશે. આ દરમિયાન, ચૂંટાયેલા 3 શિક્ષકો મુખ્યમંત્રીશ્રી સાથે તેમના શિક્ષક તરીકેના પ્રતિભાવો અને અનુભવો શેર કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી તમામ શિક્ષકોને પ્રેરણાસભર ઉદ્બોધન કર્યું.
View this post on Instagram
શિક્ષક કલ્યાણ નિધિનું મહત્વ
શિક્ષક કલ્યાણ નિધિ એક એવો ભંડોળ છે જે શિક્ષકોના કલ્યાણ માટે કાર્ય કરે છે. આ ભંડોળમાં એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ નિવૃત્ત, માંદા, કે જરૂરિયાતમંદ શિક્ષકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે થાય છે. સમાજમાં શિક્ષકોના યોગદાનને ધ્યાનમાં રાખીને, આ નિધિમાં ફાળો આપવો એ એક સન્માનનીય કાર્ય ગણાય છે. મુખ્યમંત્રીનો આ વ્યક્તિગત ફાળો એક ઉદાહરણ પૂરું પાડે છે કે શાસનના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ પણ શિક્ષકોના મહત્વને સમજે છે અને તેમનું ઋણ સ્વીકારે છે.
CM નો પ્રેરણાદાયી અભિગમ
આ ઘટના માત્ર એક સમાચાર પૂરતી સીમિત નથી. તે એક સંદેશો આપે છે કે શિક્ષણ અને શિક્ષકોનું સન્માન સમાજ માટે કેટલું મહત્વનું છે. મુખ્યમંત્રીએ જાતે ફાળો આપીને સમાજના તમામ વર્ગના લોકોને આ નિધિમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી છે. તેમના આ કાર્યથી શાળાઓના બાળકો અને શિક્ષકો પણ પ્રોત્સાહિત થયા છે. આ ઘટનાએ શિક્ષક દિવસની ઉજવણીને માત્ર કાર્યક્રમો કે ભાષણો પૂરતી સીમિત ન રાખતા, તેને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી છે.
આ પણ વાંચો : 5 સપ્ટેમ્બરના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે Teachers Day ? જાણો ક્યારે થઇ શરૂઆત


