ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB ની ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીનાં નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
07:13 PM Jun 05, 2025 IST | Vipul Sen
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB ની ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીનાં નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
Gandhinagar_Gujarat_first
  1. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ 11 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ
  2. ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા
  3. GPCB ની ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીનાં નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ
  4. અમદાવાદની પ્રાદેશિક કચેરીનાં ભવનનું ખાતમુહૂર્ત, મોરબી પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું વર્ચ્યુઅલ લોકાર્પણ
  5. GCZMA દ્વારા અદ્યતન વેબસાઇટ સાથે એપ્લિકેશન પોર્ટલનો શુભારંભ

સંતુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમ જ ઉદ્યોગકારોને Ease of Doing Business નો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત આજે મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે તેમજ વન-પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા (Mulubhai Bera) અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની (Mukeshbhai Patel) ઉપસ્થિતિમાં વિવિધ 11 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

વિવિધ 11 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ

જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB ની ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીનાં નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ, અમદાવાદ શહેરની (Ahmedabad) પ્રાદેશિક કચેરીનાં ભવનનું ખાતમુહૂર્ત તેમ જ મોરબી (Morbi) પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના થકી ઔધોગિક વસાહતની નજીકમાં ઉધોગોને વિવિધ સેવાઓ સરળતાથી સંપન્ન થશે.

આ પણ વાંચો - આજે પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે આપણે અનેક પ્રયત્નો કરવા પડશે, ગુજરાત ફર્સ્ટ તેના માટે આગળ આવે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ઈ-ગવર્નન્સ એ સરકાર માટે હંમેશા પ્રાધાન્યપૂર્ણ વિષય રહ્યો છે

તેવી જ રીતે હાલોલ ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગો માટેનું નવનિર્મિત કોમન ઈફલયુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ-CETP નું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી આ વિસ્તારમાં ઉદ્યોગોને પાણી-પ્રદૂષણ નિવારવાનાં પ્રયાસોને સુદ્રઢતા મળશે. ઉપરાંત, ગુજરાત ઓઇલ રિસાયક્લિંગ એસોસિએશન-GORA દ્વારા વેસ્ટ ઓઈલને સરકયુલર ઈકોનોમિકનાં ભાગરૂપે એક રિસર્ચ તરીકે વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ કરાયું છે. ઈ-ગવર્નન્સ એ સરકાર માટે હંમેશા પ્રાધાન્યપૂર્ણ વિષય રહ્યો છે. GPCB તેમના ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મનું રિવેમ્પીંગ પીએમ ગતિશક્તિ પોર્ટલ સાથે સંકલન કરી વિકસિત કરવામાં આવ્યું છે, જેથી સાઈટિંગ ક્રાઈટેરિયાનું ટૂલ એ એન્વાયરમેન્ટ ગવર્નન્સ માટે ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો - Right to Information Act: માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના અમલમાં ક્રાંતિકારી આમૂલ પરિવર્તન

GCZMA દ્વારા અદ્યતન વેબસાઇટ સાથે એપ્લિકેશન પોર્ટલનો શુભારંભ

મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી-GCZMA દ્વારા અદ્યતન વેબસાઇટ સાથે એપ્લિકેશન પોર્ટલનો શુભારંભ કરાયો છે. આ પહેલ GCZMA ની કામગીરી જેવી કે પ્રોજેક્ટની અરજીઓ અન્વયે પ્રોસેસિંગ, ઓનલાઈન ફી ગેટ વે, ફરિયાદોનું નિવારણ અને CRZ ક્લીયરન્સનાં મોનિટરિંગ વગેરેને ડિજિટલ પ્લેટફોર્મ પૂરૂં પાડી 'ડિજિટલ ઇન્ડિયા' નાં લક્ષ્યને સાર્થક કરશે. ઉપરાંત, અદ્યતન XGN પોર્ટલ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડ, ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા GHG એમિશન પોર્ટલનું લોન્ચિંગ તેમ જ અમદાવાદ અને સુરત (Surat) ખાતે બેગ વેન્ડિંગ મશીનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શકતાની જે નેમ રાખવામાં આવી છે, તેને પામવા માટે આજના આ તમામ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ પર્યાવરણ સંવર્ધન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો - Gujarat CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-2025”ના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

Tags :
AhmedabadCETPCM Bhupendra PatelEase of doing businessGandhinagarGCZMAGHGGORAGPCBGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarat Pollution Control BoardMahatma MandirMukeshbhai PatelMULUBHAI BERASuratTop Gujarati Newsworld environment dayXGN
Next Article