Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : વિદ્યાર્થીઓને અપાતી સાયકલને લઈને કોંગ્રેસના પ્રહાર, MLA મહેશ કશવાલાની પ્રતિક્રિયા

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં જવાબ આપ્યા બાદ MLA મહેશ કશવાલાએ પણ પ્રતિક્રિયા આપી છે.
gandhinagar   વિદ્યાર્થીઓને અપાતી સાયકલને લઈને કોંગ્રેસના પ્રહાર  mla મહેશ કશવાલાની પ્રતિક્રિયા
Advertisement
  1. વિદ્યાર્થીઓને અપાતી સાઇકલને લઈને કોંગ્રેસનાં પ્રહાર (Gandhinagar)
  2. કોંગ્રેસનાં પ્રહાર પર MLA મહેશ કશવાલાએ આપી પ્રતિક્રિયા
  3. સરકારનાં પ્રયત્નો બાદ ગામડાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે : મહેશ કશવાલા
  4. વિરોધ કરનાર હવે સાઇકલ વિતરણ મુદ્દે સવાલ કરે છે : મહેશ કશવાલા
  5. કોંગ્રેસના આરોપ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગૃહમાં આપ્યો હતો જવાબ

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) અહેવાલની ગૂંજ જોવા મળી હતી. સરસ્વતી સાધના યોજનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. વિદ્યાર્થીઓને અપાતી સાઇકલ પડી પડી ભંગાર થઈ રહી હોવાનું કહીને વિપક્ષ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) ગૃહમાં જવાબ બાદ હવે MLA મહેશ કશવાલાએ પણ પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના પ્રહાર પર MLA મહેશ કશવાલાએ આપી પ્રતિક્રિયા

ગુજરાત વિધાનસભામાં (Gandhinagar) સરસ્વતી સાધના યોજનાનો મુદ્દો ઉઠ્યો હતો, જે હેઠળ કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ વિદ્યાર્થીઓને વિતરણ કરાતી સાઇકલ પડી પડી ભંગાર થઈ રહી હોવાનું કહીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે સાઇકલનાં કેસરી કલરને લઈને કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે (Shailesh Parmar) પણ ગૃહમાં ટકોર કરી હતી. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં જવાબ આપ્યા બાદ MLA મહેશ કશવાલાએ પણ પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્યે કહ્યું કે, પ્રશ્નકાળ દરમિયાન સાઇકલ વિતરણ મુદ્દે પ્રશ્ન પૂછ્યા હતા, પણ સારી વાત એ છે કે ગામડાઓમાં દીકરીઓ ભણવા જાય છે અને ત્યાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.

Advertisement

આ પણ વાંચો - POCSO કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદા, એક જ દિવસમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા

Advertisement

વિરોધ કરનાર હવે સાઇકલ વિતરણ મુદ્દે સવાલ કરે છે : મહેશ કશવાલા

ધારાસભ્ય મહેશ કશવાલાએ (MLA Mahesh Kaswala) વધુમાં કહ્યું કે, સરકારે આ નિર્ણય કર્યો અને માત્ર સાઇકલનાં કલર મુદ્દે વિરોધ કરનાર હવે સાઇકલ વિતરણ મુદ્દે પણ સવાલ કરે છે. કેટલીક વહીવટી કારણોસર ક્યાંક થોડું મોડું થતું હોય છે. વિદ્યાર્થીઓને સાઇકલ આપવા મામલે ગર્વ લઈ શકીએ કારણ કે જે બાળકી નિશાળે નહોતી જઈ શકતી આજે તે દીકરીઓ સાઇકલની મદદથી શાળાએ જઈ શકે છે. ધારાસભ્યે કહ્યું કે, વિપક્ષ બોર્ડ નિગમનાં બજેટની વાત કરે છે, તમે જેની વાત કરો છો તેની ગ્રાન્ટ સરપ્લસ રહી છે, મતલબ જરૂર કરતા સરકાર વધારે આપે છે.

આ પણ વાંચો - Navsari : ધોળા દિવસે ઘરમાં ઘૂસ્યા લુટારૂ, મહિલાનાં ગળે હથિયાર મૂકીને..! CCTV આવ્યા સામે

વરસાદમાં કાટ લાગે એટલે કલરની સૂચના આપી હતી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

જણાવી દઈએ કે, ગૃહમાં વિપક્ષનાં સવાલોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે, સાઇકલ આપવા માટે બે વખત સૂચના આપી હતી. સાઇકલ વધારે સારી આપવાની હતી. પરંતુ, વહીવટી કારણોસર વિલંબ થયો છે. આવતા વર્ષે વિતરણમાં વિલંબ નહીં થાય એનું ધ્યાન રખાશે. રંગ અંગે ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, વરસાદમાં કાટ લાગે એટલે કલરની સૂચના આપી હતી.

આ પણ વાંચો - Banaskantha : અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 નાં ઘટના સ્થળે જ મોત

Tags :
Advertisement

.

×