Gandhinagar : કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ થઈ જાહેર
Gandhinagar : કોમન એન્ટ્રેન્સ ટેસ્ટને (Common Entrance Test) લઈ મોટા સમાચાર આવ્યા છે. પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આગામી 22 માર્ચે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાશે. જ્યારે 7 ફેબ્રુઆરીથી પરીક્ષા માટે ઓનલાઇન ફૉર્મ ભરાશે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ-ટ્રાયબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા એકલવ્ય રેસિટેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ માટે પરીક્ષા યોજાશે. ધોરણ 6 માં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાશે.
Common Entrance Test માટે પરીક્ષાની તારીખ જાહેર, આગામી 22 માર્ચે લેવાશે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ#Gujarat #BigBreaking #Education #Exam #CommonEntranceTest #Students #GujaratFirst pic.twitter.com/e3HD6ZjJ60
— Gujarat First (@GujaratFirst) February 5, 2025
આગામી 22 માર્ચે લેવાશે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ
રાજ્યમાં કોમન એન્ટ્રેન્સ ટેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. માર્ચ મહિનામાં કોમન એન્ટ્રેન્સ ટેસ્ટનું (Common Entrance Test) આયોજન કરાશે. માહિતી અનુસાર, આગામી 22 માર્ચે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાશે. જ્યારે પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ 7 ફેબ્રુઆરીથી ભરાશે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ-ટ્રાયબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા એકલવ્ય રેસિટેન્શિયલ સ્કૂલમાં એડમિશન માટે આ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાય છે. વર્ષ 2025-26 માં ધોરણ 6 માં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ (Gujarat State Examination Board Gandhinagar) દ્વારા કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવશે.


