Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : શહેરમાં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું થશે આયોજન! સરિતા ઉદ્યાનમાં રંગબેરંગી ફૂલોની દુનિયા ખીલી ઉઠશે

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ વર્ષે પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન થવાનું છે. ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી સરિતા ઉદ્યાન રંગબેરંગી ફૂલોની સુગંધથી મહકશે. સૂત્રોની માનીએ તો અમદાવાદના ફ્લાવર શોથી પ્રેરાઈને આ શોમાં અનેક દેશી-વિદેશી ફૂલોના પ્રદર્શન સાથે ગુજરાતની ઓળખ દર્શાવતા સ્ટ્રક્ચર પણ ઊભા કરાશે.
gandhinagar   શહેરમાં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું થશે આયોજન  સરિતા ઉદ્યાનમાં રંગબેરંગી ફૂલોની દુનિયા ખીલી ઉઠશે
Advertisement
  • Gandhinagar માં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન
  • સરિતા ઉદ્યાનમાં ખીલી ઊઠશે રંગબેરંગી ફૂલોની દુનિયા
  • ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી શોનું આયોજન!
  • ફૂલોથી ખીલી ઉઠશે ગાંધીનગર, સરિતા ઉદ્યાન બનશે આકર્ષણનું કેન્દ્ર

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ફૂલોની સુગંધ અને સૌંદર્યથી ભરપૂર એક અનોખો ઉત્સવ ઉજવાશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પ્રથમ વખત સરિતા ઉદ્યાન ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન થવાનું છે. અમદાવાદની જેમ હવે ગાંધીનગરના નાગરિકોને પણ ફૂલોની રંગીન દુનિયા જોવાની તક મળશે.

Sarita Udyan Gandhinagar

Advertisement

રંગબેરંગી સજાવટથી Gandhinagar શહેર ખીલી ઊઠશે

ગાંધીનગર (Gandhinagar) હંમેશા વાઈબ્રન્ટ મહોત્સવો અને સરકારી કાર્યક્રમોની ચમકથી જાણીતું રહ્યું છે. આવા પ્રસંગો દરમિયાન મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને ફૂલોથી સજાવવાની પરંપરા રહી છે, જે દેશ-વિદેશના મહેમાનોના મનમાં શહેરની એક સુંદર છાપ મૂકે છે. હવે આ સૌંદર્યનો આનંદ સામાન્ય નાગરિકો પણ ઉઠાવી શકે, તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વિશાળ સ્તરે ફ્લાવર શો યોજવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ શોનો પ્રારંભ થશે અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. એટલે કે, નવા વર્ષની શરૂઆત ગાંધીનગરવાસીઓ ફૂલોની સુગંધ અને રંગીન વાતાવરણ વચ્ચે કરી શકશે.

Advertisement

flower show

અમદાવાદના ફ્લાવર શો પરથી પ્રેરણા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષોથી વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરે છે. છેલ્લા શોમાં દેશ-વિદેશના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, કેક્ટસ, જરબેરા જેવા અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોનો સમાવેશ હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આ જ ધોરણ પર પોતાનો પ્રથમ ફ્લાવર શો યોજવા તૈયારી કરી રહ્યું છે. વિવિધ પ્રજાતિના ફૂલો ઉપરાંત અહીં અનોખા સ્ટ્રક્ચર અને થીમ આધારિત ડિઝાઇન પણ તૈયાર કરાશે. ગુજરાતની આગવી ઓળખ અને દેશની સિદ્ધિઓ દર્શાવતા આ સ્ટ્રક્ચર આ શોની વિશેષતા બનશે.

Ahmedabad Flower show

Gandhinagar માં અગાઉનો પ્રયાસ અધૂરો રહ્યો હતો

ગયા વર્ષે પણ સેક્ટર-1ના તળાવ વિસ્તારમાં ફ્લાવર શો યોજવાની તૈયારી થઈ હતી. તે સમયે આશરે 2 કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની હતી, પરંતુ અચાનક કારણોસર આ પ્રોજેક્ટ અટકાવી દેવાયો હતો. હવે 2025માં ફરીથી નવી ઉર્જા અને વધારેલા બજેટ સાથે સરિતા ઉદ્યાન ખાતે આ આયોજન થવાનું નક્કી થયું છે. ગયા વર્ષે જ્યાં ફ્લાવર શો માટે રૂ. 2 કરોડનો ખર્ચ ધોરણ નક્કી કરાયો હતો, ત્યાં હવે આ વર્ષે તે વધીને રૂ. 4થી 5 કરોડ સુધી પહોંચી શકે છે. મ્યુનિસિપલ સૂત્રો અનુસાર, આ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વધેલા ખર્ચને કારણે શો વધુ વૈભવી અને આકર્ષક બનવાની શક્યતા છે.

flower show sector 1

ફૂલોના શો સાથે શહેરના ગૌરવમાં વધારો

ગાંધીનગરમાં આવો ફ્લાવર શો માત્ર દૃશ્ય સૌંદર્ય પૂરતું નહીં પરંતુ પર્યટન, પર્યાવરણ અને સાંસ્કૃતિક ગૌરવને પણ પ્રોત્સાહન આપશે તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યું છે. નાગરિકો, વિદ્યાર્થીઓ અને કુદરતપ્રેમી લોકોને ફૂલોની વિવિધ પ્રજાતિઓ વિશે જાણવાની તક મળશે. સાથે સાથે શહેરમાં સ્વચ્છતા અને હરિયાળી પણ લોકોનું ધ્યાન ખેંચશે.

આ પણ વાંચો :   Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને બંગલાની ફાળવણી, 26 નંબરનો બંગલો લકી હોવાની માન્યતા! જાણો પૂરી વિગત

Tags :
Advertisement

.

×