Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : સરકારી કંપનીઓ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેંચે છે, ભારતીય કિસાન સંઘના ગંભીર આક્ષેપો

ભારતીય કિસાન સંઘ (Bhartiya Kisan Sangh) એ ખાતરના વિતરણ, અછત જેવા મુદ્દે સરકારી કંપનીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. વાંચો વિગતવાર.
gandhinagar   સરકારી કંપનીઓ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેંચે છે  ભારતીય કિસાન સંઘના ગંભીર આક્ષેપો
Advertisement
  • ભારતીય કિસાન સંઘે સરકારી ખાતર વિતરણમાં અનેક ગેરરીતિઓ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે
  • સરકારી કંપનીઓ બારોબાર ખાનગી કંપનીઓને વેંચે છે ખાતરઃ Bhartiya Kisan Sangh
  • જો સરકાર કોઈ એકશન નહીં લે તો ખેડૂતો આંદોલન કરશેઃ Bhartiya Kisan Sangh

Gandhinagar : ભારતીય કિસાન સંઘ (Bhartiya Kisan Sangh) એ રાજ્યમાં ખાતરના વિતરણ, અછત તેમજ અન્ય ખાતર ખરીદવાની ફરજ પડાતી હોવા જેવા ગંભીર આક્ષેપો કર્યા છે. ભારતીય કિસાન સંઘ અનુસાર સરકારી કંપનીઓ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેંચે છે. તેમજ સબસિડીવાળા ખાતરની કાળા બજારી થઈ રહી છે. જો ખાતર વિતરણમાં આ બધી ગેરરીતિઓ દૂર નહિ થાય તો સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ભારતીય કિસાન સંઘે ઉચ્ચારી છે.

સબસિડીવાળા ખાતરની કાળા બજારી

ભારતીય કિસાન સંઘ (Bhartiya Kisan Sangh) એ સરકારી કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા ખાતરના વિતરણમાં ગેરરીતિઓ થઈ રહી હોવાના આક્ષેપો કર્યા છે. સંઘનો આક્ષેપ છે કે, સરકારી કંપનીઓ ખેડૂતોના હકનું ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેચે છે. સબસિડીવાળા ખાતરની કાળા બજારી થઈ રહી છે. આ ઉપરાંત ખેડૂતોને ખાતરની સાથે અન્ય ખાતર ખરીદવાની ફરજ પડાઈ રહી હોવાનો આક્ષેપ પણ ભારતીય કિસાન સંઘ કરે છે. જો ખાતર વિતરણમાં થતી આ બધી ગેરરીતિઓ દૂર નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Bhartiya Kisan Sangh Gujarat First-31-07-2025-

Bhartiya Kisan Sangh Gujarat First-31-07-2025-

Advertisement

આ પણ વાંચોઃ Rainfall Alert: હવે ભારે વરસાદ પડશે, IMD એ ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે ચેતવણી જાહેર કરી

ઉગ્ર આંદોલનની ચીમકી

ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલ સરકારી કંપની દ્વારા રાજ્યના ખેડૂતોમાં ખાતર વિતરણ કરવાની પ્રક્રિયાઓમાં ગેરરીતિઓનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ખાતર વિતરણમાં સરકારી કંપનીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ વિરુદ્ધ સરકાર કોઈ એકશન નહિ લે તો ખેડૂતો આંદોલન કરશે. રાજ્યમાં ઊભી થયેલ ખાતરની અછત સરકારે દૂર કરવી પડશે. ગુજરાત સરકારે ખેડૂતના ખેતર સુધી ખાતર પહોંચાડવું જોઈએ તેવી માગણી ભારતીય કિસાન સંઘ તરફથી થઈ રહી છે.

આ પણ વાંચોઃ Rajkot News: રીબડા ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×