Gandhinagar : દિવાળીમાં સરકારી કર્મચારીઓની લોટરી લાગી! મળી આ મોટી ભેટ!
- રાજ્ય સરકારનાં કર્મચારીઓને Diwali ની મોટી ભેટ (Gandhinagar)
- રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારી
- 21 અને 24 ઓક્ટોબર તેમ બે દિવસ રજા જાહેર
- સપ્તાહ સુધી રજા મળે તેવી અનુકૂળતા કરી આપી
- કર્મચારીઓને 20 થી 26 તારીખ સુધી સળંગ રજા મળશે
Gandhinagar : દિવાળીનાં તહેવારને (Diwali 2025) હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે ગુજરાત સરકારે તેમનાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. કર્મચારીઓ પરિવારજનો સાથે દિવાળીનાં તહેવારની ભવ્ય ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારી છે અને 21 અને 24 ઓક્ટોબર તેમ બે દિવસ રજા જાહેર કરી છે. રાજ્ય સરકારે (Gujarat Government) સળંગ એક સપ્તાહ સુધી કર્મચારીઓને રજા મળી રહે તેવી અનુકૂળતા કરી આપી છે. સરકારનાં આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો - Jamnagar : 80 ફૂટ ઊંચા બ્રિજ પરથી કાર ઊંડ નદીમાં ખાબકી, 4 યુવાનનો ચમત્કારી બચાવ
Diwali માં 21 અને 24 ઓક્ટોબર તેમ બે દિવસ રજા જાહેર
ગુજરાત સરકારે (Gujarat Government) દિવાળી પૂર્વે તેમનાં કર્મચારીઓને મોટી ભેટ આપી છે. માહિતી અનુસાર, રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારી છે અને 21 અને 24 ઓક્ટોબર એમ બે દિવસ સરકારનાં કર્મચારીઓને રજા જાહેર કરાઈ છે. જણાવી દઈએ કે, 20 ઓક્ટોબરે દિવાળી છે જ્યારે 21 મીએ પડતર દિવસ હોવાથી તે દિવસે પણ રજા જાહેર કરાઈ છે. ઉપરાંત, 24 તારીખે પણ કચેરીમાં રજા આપવાનો નિર્ણય કરાયો છે. 25મી શનિવાર અને 26મીએ રવિવાર હોવાથી રજા રહેશે. આમ, રાજ્ય સરકારે સળંગ એક સપ્તાહ સુધી કર્મચારીઓને રજા મળી રહે તેવી અનુકૂળતા કરી આપી છે.
રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ | Gujarat First
રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારી
21 અને 24 ઓક્ટોબર તેમ બે દિવસ રજા જાહેર
સપ્તાહ સુધી રજા મળે તેવી અનુકૂળતા કરી આપી
20મીએ દિવાળી, 21મીએ પડતર દિવસની રજા
24 તારીખે પણ કચેરીમાં રજા આપવાનો નિર્ણય
કર્મચારીઓને 20થી… pic.twitter.com/1oMvN0SFD8— Gujarat First (@GujaratFirst) October 7, 2025
આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
કર્મચારીઓને 20 થી 26 ઓક્ટોબર સુધી સળંગ રજા મળશે
આમ, રાજ્ય સરકારનાં કર્મચારીઓને 20 થી લઈને 26 ઓક્ટોબર સુધી સળંગ રજા મળી રહેશે. જો કે, આ સગવડ સામે પછીનાં મહિનામાં આવતા બીજા શનિવારે કચેરીઓ ચાલુ રાખશે. એટલે કે 8 નવેમ્બર અને 13 ડિસેમ્બરનાં બીજા શનિવારે કચેરી ચાલુ રહેશે. સળંગ એક સપ્તાહની રજા મળતા સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો - Rajkot : મુસાફરોથી ધમધમતા રાજકોટ ST બસ સ્ટેન્ડમાં ગમખ્વાર અકસ્માત, 65 વર્ષીય વૃદ્ધનું મોત


