Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : નેતા, જનતાનાં ફોન ન ઉપાડનારા અધિકારીઓને સરકારનો કડક આદેશ!

મહેસૂલ વિભાગના વર્ગ-1, 2 ના અધિકારીઓએ ચૂંટાયેલા નેતા અને જનતાનાં ફોન ઉપાડવા અને કોલબેક કરવા જણાવ્યું છે.
gandhinagar   નેતા  જનતાનાં ફોન ન ઉપાડનારા અધિકારીઓને સરકારનો કડક આદેશ
Advertisement
  1. અધિકારીઓનાં ફોન ન ઉપાડવાને લઈને હવે સરકાર એક્શનમાં (Gandhinagar)
  2. મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે રાજ્ય સરકારનો પરિપત્ર
  3. મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ગાઈડલાઈન જાહેર
  4. ચૂંટાયેલા નેતાઓ અને લોકોના ફોન ઉપાડવાને લઈને ગાઈડલાઈન

Gandhinagar : સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ અને સામાન્ય લોકોનાં ફોન ન ઉપાડવા અને યોગ્ય જવાબ ન આપવા અંગે અનેક ફરિયાદો થતાં આખરે હવે રાજ્ય સરકાર (State Government Department) આવા બેજવાબદાર અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે એક પરિપત્ર જાહેર કરી ગાઈડલાઇન બહાર પાડી છે, જેમાં મહેસૂલ વિભાગના (Revenue Department) વર્ગ-1, 2 ના અધિકારીઓએ ચૂંટાયેલા નેતા અને જનતાનાં ફોન ઉપાડવા અને કોલબેક કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ

Advertisement

મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે રાજ્ય સરકારનો પરિપત્ર

ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય લોકોની ફરિયાદોને લઈને રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. અધિકારીઓ દ્વારા ફોન કોલ્સને અવગણવાની વધતી ફરિયાદો પછી સરકારે આ પરિપત્ર જારી કર્યો છે, જેમાં વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓને ફરજિયાત રીતે ચૂંટાયેલા નેતાઓના કોલ્સ ઉપાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ કારણસર કોલ ઉપાડી ન શકાય તો તાત્કાલિક કોલબેક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ચૂંટાયેલા નેતાઓ અને લોકોના ફોન ઉપાડવાને લઈને ગાઈડલાઈન

માહિતી અનુસાર, મહેસૂલ વિભાગના (Revenue Department) અધિકારીઓને ફોન પર વાત કરવા માટે પણ સામાન્ય વહીવટ વિભાગની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. નોંધનીય છે, છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પંચાયત પ્રમુખો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તેમના વિસ્તારોમાં જન કાર્યો અટકી પડે છે કારણ કે મહેસૂલ વિભાગના અધિકારીઓ તેમના ફોન કોલ્સ ઉપાડતા નથી અથવા ઉપલબ્ધ રહેતા નથી. આ કારણે જનતાની સમસ્યાઓનો જલદી ઉકેલ આવતો નથી.

આ પણ વાંચો - કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં 'મેમ્બર પાવર પેનલ'ની ભવ્ય જીત, ફરી એકવાર કલબ પર સત્તાનું પુનરાવર્તન

Tags :
Advertisement

.

×