Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગુજરાત બનશે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ, CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી નવી પોલિસી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી છે. હવે ગુજરાત ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બને તે દિવસો દૂર નથી. વાંચો વિગતવાર.
gandhinagar   ગુજરાત બનશે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ  cm ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી નવી પોલિસી
Advertisement
  • ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનશે ગુજરાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી પોલિસીની જાહેરાત કરી
  • ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી - (GECMS-2025)
  • ઉદ્યોગોને આકર્ષિત કરવા પોલિસીમાં અનેક પ્રોત્સાહનો સમાવિષ્ટ છે

Gandhinagar : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી છે. આ પોલિસી અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સહિતના ઉદ્યોગોને રાજ્યમાં આકર્ષિત કરવા અનેક પ્રોત્સાહનો અપાશે. મલ્ટીલેયર અને એચ.ડી.આઈ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ - લિથિયમ આયન સેલ - ડિસ્પ્લે એન્ડ કેમેરા મોડ્યુલ્સ – એસ.એમ.ડી. પેસિવ કોમ્પોનન્ટ્સ - ઈલેક્ટ્રો મિકેનીકલ પાર્ટ્સ અને તેના ઉત્પાદન માટે પણ પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવશે. આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. 31 જુલાઈ 2025 સુધી કરી શકાશે.

રૂ. 35 હજાર કરોડથી વધુ નવા રોકાણોનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઈમેજ પ્રસ્થાપિત થઈ છે. આ ઈમેજને વ્યાપક બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત તેમણે ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025 (GECMS-2025) જાહેર કરી છે. ગુજરાતને ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલિસીની વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના MeitY દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત આવા એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે 100 ટકા સહાય પ્રોત્સાહન મળશે. MeitYની મંજૂરીથી વિતરણ સુધી ગુજરાત સરકારની ECMSનો લાભ પણ સમાંતર રીતે મળશે. 30 દિવસમાં પ્રોત્સાહન સહાય ચૂકવી દેવાશે. આ પોલીસી અંતર્ગત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂ. 35 હજાર કરોડથી વધુ નવા રોકાણો અને વધુને વધુ હાઈસ્કીલ્ડ એમ્પ્લોયમેન્ટનું લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે.

Advertisement

અપસ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીને મળશે વેગ

ગુજરાત દેશના ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબની પ્રતિષ્ઠા ધરાવતું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે ત્યારે હવે, આ પોલિસીના પરિણામે અપસ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીને પણ વેગ મળશે. આના પરિણામે આયાત નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ GECMS પોલિસીને પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઈ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઈલેટ્રોનિક્સ પાર્ટસ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિત આવશ્યક ઉદ્યોગો - એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળતું થશે. આ પોલિસીમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ ઉદારતમ સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કૂલ્સ કે એપ્લાઈડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ 12.5 કરોડ સુધીની મેચિંગ સહાય મળવા પાત્ર થશે.

Advertisement

આ પણ વાંચોઃ Gram Panchayat Election : આજે રાજ્યની 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે થઈ રહ્યું છે મતદાન

GECMS-2025 પોલિસીની મુખ્ય વિશેષતાઓ

  • ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઈન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું.
  • લોકલ કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઈલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઈન્સ (GVCs)માં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી
  • અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવો.
  • ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. 31 જુલાઈ 2025 સુધીમાં કરવાની રહેશે.
  • કેન્દ્ર સરકારના MeitY દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે.
  • ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.
  • ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28 હેઠળ સહાય મળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.
  • ઈલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્ર્રસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.
  • ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર 30 કાર્ય દિવસમાં સહાય ચૂકવશે.

આ પણ વાંચોઃ  Air India Crash Victims: DNA ટેસ્ટ દ્વારા 247 પીડિતોની ઓળખ, 232 મૃતદેહો સંબંધીઓને સોંપાયા

Tags :
Advertisement

.

×