Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં સચિવ પદેથી નિવૃત્ત હસમુખ પટેલને વધુ એક મોટી જવાબદારી

હવે એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવાની દરખાસ્તને સરકારે મંજૂર કરી છે.
gandhinagar   ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં સચિવ પદેથી નિવૃત્ત હસમુખ પટેલને વધુ એક મોટી જવાબદારી
Advertisement
  1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં સચિવ પદેથી નિવૃત્ત હસમુખ પટેલ અંગે મોટા સમાચાર (Gandhinagar)
  2. હસમુખ પટેલને વૈધાનિક અને સંસદીય બાબતોનાં વિભાગમાં સંયુક્ત સચિવની જવાબદારી
  3. એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવા સરકારને કરાઈ હતી દરખાસ્ત

Gandhinagar : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં (Gujarat Subordinate Services Selection Board) સચિવ પદેથી નિવૃત્ત થયેલ હસમુખ પટેલને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને (Hasmukh Patel) વૈધાનિક અને સંસદીય બાબતોનાં વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામગીરી સોંપવામાં આવી છે. 31 ડિસેમ્બર, 2024 નાં રોજ હસમુખ એચ. પટેલ વયનિવૃત્ત થયા હતા. ત્યારે હવે એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવાની દરખાસ્તને સરકારે મંજૂર કરી છે.

આ પણ વાંચો - BZ Group Scam : સરકારી શિક્ષકે એજન્ટ બની 1300 લોકોનાં 70 કરોડનું રોકાણ કરાવ્યું

Advertisement

Advertisement

ગુજરાત સરકારનાં વૈધાનિક અને સંસદીય બાબતોનાં વિભાગ દ્વારા (Gandhinagar) એક ડ્રાફ્ટ ઓર્ડર જાહેર કરી માહિતી આપવામાં આવી છે. જે મુજબ, હસમુખ પટેલને (Hasmukh Patel) વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં સચિવ પદેથી નિવૃત્ત થયેલ હસમુખ પટેલને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. માહિતી અનુસાર, તેમને એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવાની સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. 22 જાન્યુઆરી, 2025 ની નોંધથી હસમુખ પટેલને એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક કરવા સરકારે મંજૂરી આપી છે.

આ પણ વાંચો - Rajkot : ચકચારી ઘટના! લોકોના જીવ બચાવનાર તબીબે ટુંકાવ્યું જીવન!

Tags :
Advertisement

.

×