Gandhinagar : ગૃહ વિભાગે IPS પિયુષ પટેલને સોંપ્યો વધારાનો હવાલો, વાંચો વિગત
- ગૃહ વિભાગે IPS પિયુષ પટેલને વધારાનો હવાલો સોંપ્યો (Gandhinagar)
- સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનાં નિયામકનો હવાલો સોંપાયો
- IPS મનોજ અગ્રવાલની CID ક્રાઇમમાં બદલી થતા જગ્યા ખાલી હતી
- અન્ય હુકમ ન થાય ત્યાં સુધી SRP વડોદરા ગ્રૂપનો હવાલો યથાવત
Gandhinagar : રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનાં નિયામકનો વધારાનો હવાલો IPS પિયુષ પટેલને (IPS Piyush Patel) સોંપવામાં આવ્યો છે. IPS મનોજ અગ્રવાલની CID ક્રાઇમમાં બદલી થતા જગ્યા ખાલી પડી હતી. આથી, આ જવાબદારી હવે IPS પિયુષ પટેલને આપવામાં આવી છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી SRP વડોદરા ગ્રૂપનો (SRP Vadodara Group) હવાલો યથાવત રહેશે.
આ પણ વાંચો - Khoraj : સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘનું પ્રસ્થાન
સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનાં નિયામકનો હવાલો IPS પિયુષ પટેલને સોંપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ વિભાગ (Gujarat Home Department) દ્વારા IPS પિયુષ પટેલને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યનાં ગૃહ વિભાગે સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનાં નિયામકનો હવાલો IPS પિયુષ પટેલને (IPS Piyush Patel) સોંપવાનો આદેશ કર્યો છે. જણાવી દઈએ કે, IPS મનોજ અગ્રવાલની સીઆઇડી ક્રાઇમમાં બદલી થતા સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનાં નિર્દેશકની જગ્યા ખાલી પડી હતી. એવી પણ માહિતી છે કે IPS આર.વી. ચુડાસમાની બદલી બાદ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી SRP વડોદરા ગ્રૂપનો હવાલો યથાવત રખાશે. IPS આર.વી. ચુડાસમાની બદલી બાદ વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા છે.
આ પણ વાંચો - Banaskantha : સાચવજો..! ડેન્ગ્યૂથી વિદ્યાર્થિનીનું મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું!


