Gandhinagar : મહેસૂલી તલાટી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર
- મહેસૂલી તલાટી પરીક્ષાની તારીખ જાહેર (Gandhinagar)
- 14 સપ્ટેમ્બરનાં રોજ લેવાશે તલાટીની પરીક્ષા
- ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ કરી જાહેર
Gandhinagar : મહેસૂલી તલાટી પરીક્ષાની (Revenue Talati Exam) તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે મુજબ, 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટીની પરીક્ષા લેવાશે. આ અંગે મંડળ દ્વારા પરિપત્ર જાહેર કરીને અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - Navratri 2025 : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ગરબા આયોજકોને અપીલ!
14 સપ્ટેમ્બરનાં રોજ લેવાશે તલાટીની પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલી તલાટી પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. પરિપત્ર જાહેર કરીને ગૌણ સેવા પસંદગી મંડળે માહિતી આપી કે મહેસૂલી તલાટીની (Revenue Talati Exam) પરીક્ષા 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જણાવી દઈએ કે, અગાઉ મહેસૂલી તલાટીની 2389 જેટલી જગ્યાઓ પર ભરતી અંગે 23 મે, 2025 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાર આજે GSSSB મંડળે રેવન્યુ તલાટીની વર્ષ 2025 ની પ્રાથમિક પરીક્ષા અંગે જાહેરાત કરાઈ છે.
વધુ માહિતી માટે મંડળ ની અધિકૃત વેબસાઈટ જોતા રહો pic.twitter.com/gcVPkX5rDm
— ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (@GsssbOfficial) August 28, 2025
આ પણ વાંચો - Vadodara : ચડ્ડી-બંડીમાં હાથફેરા માટે ફરતી વડવા ગેંગના ખૌફનો અંત, ક્રાઇમ બ્રાન્ચે ચારને દબોચ્યા
પરીક્ષાનો સમય બપોરે 2 કલાકથી 5.00 કલાક સુધીનો રહેશે
ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) હેઠળ યોજાનાર રેવન્યુ તલાટી (જા.ક્ર.301/202526) ભરતીની પ્રાથમિક પરીક્ષા અંગે જાહેરાત કરવામાં આવી છે, જેમાં રેવન્યુ તલાટીની પ્રાથમિક પરીક્ષા (O.M.R. Based) 14 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાશે. પરીક્ષાનો સમય બપોરે 2 કલાકથી 5.00 કલાક સુધીનો રહેશે. આ અંગેની વધુ માહિતી ઉમેદવારો મંડળની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકે છે.
આ પણ વાંચો - LRD Exam : પોલીસ ભરતીમાં LRD નું DV લીસ્ટ જાહેર, 82 ઉમેદવાર ગેરલાયક


