Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વ સમાચાર, ખાલી જગ્યાઓ પુરવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
- રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર
- ખાલી જગ્યાઓ પુરવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
- શિક્ષણ વિભાગ હવે નિવૃત શિક્ષકોનો સહારો લેશે!
- ખાલી રહી ગયેલી જગ્યાઓ નિવૃત શિક્ષકોથી ભરાશે
Gandhinagar : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ખાલી જગ્યાઓ પુરવા માટે શિક્ષણ વિભાગે (Gujarat Education Department) મોટો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ હવે નિવૃત શિક્ષકોનો સહારો લેશે એવી માહિતી સામે આવી છે. એટલે કે હવે ખાલી રહી ગયેલી જગ્યાઓ નિવૃત શિક્ષકોથી (Retired Teachers) ભરાશે. કાયમી ભરતી, જ્ઞાન સહાયની (Gyan Sahayak) નિમણૂક બાદ પણ જગ્યાઓ ખાલી છે. ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચો - Gujarat Congress : આવતીકાલે રાહુલ ગાંધી, મલ્લિકાઅર્જુન ખડગે આવશે ગુજરાત, જાણો કાર્યક્રમ
શિક્ષણ વિભાગ હવે નિવૃત શિક્ષકોનો સહારો લેશે!
રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ વિભાગે (Gujarat Education Department) મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે હવે વિભાગ દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરશે. એટલે કે હવે ખાલી રહી ગયેલી જગ્યાઓ નિવૃત શિક્ષકોથી ભરાશે. કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂક બાદ ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે.
આ પણ વાંચો - Rajkot : ગૃહ રાજ્યમંત્રીએ 185 લોકોને નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યા, ગાંધીનગર અકસ્માત અંગે આપ્યું નિવેદન
ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા
મહિતી અનુસાર, રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે. જો કે, નિયમ અનુસાર નિવૃત્ત શિક્ષકોની (Retired Teachers) વય 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભરતી થયેલ નિવૃત્ત શિક્ષકોને જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચુકવાશે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - VADODARA : ગ્રામ પંચાયતોની મનમાની પર રોક, સરકારી સહાયથી બનેલા મકાનોનો વેરો નક્કી કરતી સરકાર


