Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : LCBની ટીમે ફાર્મ હાઉસમાં ચાલતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપ્યું , 4 આરોપીઓની કરી ધરપકડ

ગાંધીનગર એલસીબીએ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પર પાડી રેડ ગાંધીનગર ના મેદરા પાસે ફાર્મ હાઉસ માં ચલાવતા હતા કોલ સેન્ટર ગાંધીનગર એલસીબીએ મહિલા સહીત ચાર આરોપીની કરી ધરપકડ ઝડપાયેલા ચારેય આરોપી મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના રહેવાસી Gandhinagar : રાજ્યમાંથી વધુ એક...
gandhinagar   lcbની ટીમે ફાર્મ હાઉસમાં ચાલતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપ્યું   4 આરોપીઓની કરી ધરપકડ
Advertisement
  • ગાંધીનગર એલસીબીએ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પર પાડી રેડ
  • ગાંધીનગર ના મેદરા પાસે ફાર્મ હાઉસ માં ચલાવતા હતા કોલ સેન્ટર
  • ગાંધીનગર એલસીબીએ મહિલા સહીત ચાર આરોપીની કરી ધરપકડ
  • ઝડપાયેલા ચારેય આરોપી મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના રહેવાસી

Gandhinagar : રાજ્યમાંથી વધુ એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર (international call centermedra)ઝડપી પાડવામાં આવ્યું છે. ગાંધીનગર LCBને વધુ એક વખત મોટી સફળતા મળી છે. ગાંધીનગર LCBની ટીમે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પર રેડ પાડી છે. મેદરા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની જાણકારી એલસીબીની ટીમને મળી હતી.

આરોપીઓ US નાગરીકોને કોલ કરી ડ્રગ્સના નામે રૂપિયા પડાવતા હતા

LCBની ટીમે ફાર્મ હાઉસમાં ચાલી રહેલા કોલ સેન્ટર પર રેડ કરીને મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ધરપકડ બાદ તપાસ કરવામાં આવતા આ તમામ આરોપીઓ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી એમેઝોન પરથી ખરીદી કરનાર અમેરિકન નાગરિકોના ડેટા મેળવીને તેમને કોલ કરીને ડ્રગ્સના નામે રૂપિયા પડાવતા હતા. LCBની ટીમે રેડ દરમિયાન આરોપીઓની સાથે રહેલા લેપટોપ, રોકડા રૂપિયા સહિતનો 2 લાખથી વધુનો મુદ્દાપાલ કબ્જે કર્યો છે અને આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ  વાંચો -Gndhinagar : રાજ્યને AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા પ્રયાસ, CM ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાનને આપી મંજૂરી

Advertisement

એપ્રિલ મહિનામાં સુરતના અઠવાલાઈન્સમાં કોલ સેન્ટર ઝડપાયું હતું

તમને જણાવી દઈએ કે અગાઉ એપ્રિલ મહિનામાં સુરતના અઠવાગેટ નજીકના મહેરપાર્ક બી વિંગમાં બેન્ક લોન અપાવવાના બહાના હેઠળ ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું હતું. પોલીસે કોલ સેન્ટરમાંથી રીઢા વિરેન બાર સહિત 5ની ધરપકડ કરી હતી. આ ટોળકીએ ભારતભરના લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા 45 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. સોશિયલ મીડિયા પર રંગારેડ્ડી નામે આઈડી બનાવી સંચાલકોએ પર્સનલ લોન, બિઝનેસ લોન મેળવવા આઈડી અને મોબાઈલ ફોનની જાહેરાત અપડેટ કરી હતી. આ માધ્યમથી ગ્રાહકોની એકસેલ સીટ દ્વારા માહિતી મેળવી લેવાતી હતી. હકીકતમાં કોલ સેન્ટરનો સ્ટાફ ગ્રાહકોને લોભામણી લાલચ આપીને તેમની પાસેથી બેન્કના એકાઉન્ટ નંબર, ઓટીપી મેળવી લેતા હતા.

Tags :
Advertisement

.

×