Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને બંગલાની ફાળવણી, 26 નંબરનો બંગલો લકી હોવાની માન્યતા! જાણો પૂરી વિગત
- Gandhinagar
- રાજ્ય સરકારના મંત્રીઓને મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલાઓની ફાળવણી
- મંત્રીમંડળમાં રિપીટ થયેલા મંત્રીઓના બંગલાઓ યથાવત રખાયા
- જુના સહિત નવા મંત્રીઓને મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલાની ફાળવણી
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને 43 નંબરનો બંગલો યથાવત રખાયો
- કાંતિભાઇ અમૃતિયાને બચુભાઇ ખાબડનો બંગલો ફાળવવામાં આવ્યો
- અર્જુનભાઇ મોઢવાડીયાને 12 નંબર, ડો.પ્રદ્યુમન વાઝાને 3 નંબરનો બંગલો
- કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને 5 નંબર, અને નરેશભાઈ પટેલ ને 20 નંબર નો બંગલો ફાળવાયો
Gandhinagar : રાજ્યમાં નવી મંત્રીમંડળની રચના બાદ હવે મંત્રીઓને નિવાસસ્થાન તરીકે બંગલાઓની ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કુલ 43 બંગલાઓ આવેલા છે, જેમાંથી ઘણા બંગલાઓ જુના મંત્રીઓને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે નવા મંત્રીઓને ખાલી પડેલા અથવા નવા ફાળવાયેલા બંગલાઓ આપવામાં આવ્યા છે. આ ફાળવણી બાદ ગાંધીનગરના મંત્રીમંડળ નિવાસસ્થાનમાં ફરી રાજકીય ચહલપહલ શરૂ થઈ છે.
રિપીટ મંત્રીઓને યથાવત બંગલા, નવા મંત્રીઓને નવી ફાળવણી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને તેમનો અગાઉનો ગાંધીનગર (Gandhinagar) સ્થિત બંગલા નંબર 43 યથાવત રાખવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને ગાંધીનગરમાં બંગલા નંબર 5 ફાળવાયો છે, જ્યારે નરેશભાઈ પટેલને ગાંધીનગરના મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલો નંબર 20 આપવામાં આવ્યો છે. નવા મંત્રીઓમાં કાંતિભાઇ અમૃતિયાને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડનો બંગલો ફાળવવામાં આવ્યો છે. અર્જુનભાઇ મોઢવાડીયાને બંગલો નંબર 12 અને ડો. પ્રદ્યુમન વાઝાને બંગલો નંબર 3 આપવામાં આવ્યો છે.
Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલાઓની ફાળવણી | Gujarat First
મંત્રીમંડળમાં રિપીટ થયેલા મંત્રીઓના બંગલાઓ યથાવત રખાયા
જુના સહિત નવા મંત્રીઓને મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલાની ફાળવણી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને 43 નંબરનો બંગલો યથાવત રખાયો… pic.twitter.com/6avfbS0Gmf— Gujarat First (@GujaratFirst) November 3, 2025
મંત્રીઓને કયા નંબરના બંગલા મળ્યા?
| મંત્રી | બંગલા નંબર |
| હર્ષભાઈ સંઘવી | 43 |
| કનુભાઈ દેસાઈ | 22 |
| ઋષિકેશ પટેલ | 21 |
| કુંવરજી બાવળિયા | 18 |
| જીતુભાઈ વાઘાણી | 5 |
| નરેશભાઈ પટેલ | 20 |
| અર્જુનભાઈ મોઢવાડિયા | 12 |
| ડૉ. પ્રદ્યુમન વાજા | 3 |
| રમણભાઈ સોલંકી | 36 |
| ઇશ્વરસિંહ પટેલ | 6 |
| પ્રફુલભાઈ પાનસેરીયા | 31 |
| ડૉ. મનિષા વકીલ | 7 |
| પરસોત્તમભાઈ સોલંકી | 14 |
| કાંતિલાલ અમૃતિયા | 33 |
મુખ્યમંત્રી નિવાસની રસપ્રદ માન્યતા
ગાંધીનગરમાં આવેલ 1 નંબરનો મુખ્યમંત્રી બંગલો રાજકારણીઓમાં ચર્ચાનો વિષય રહ્યો છે. એવી માન્યતા છે કે જે કોઈ આ બંગલામાં રહે છે, તે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકતો નથી. ઇતિહાસમાં માધવસિંહ સોલંકીથી લઈને કેશુભાઈ પટેલ સુધીના અનેક મુખ્યમંત્રીઓ આ બંગલામાં રહ્યા બાદ તેમનો કાર્યકાળ મધ્યમાં જ પૂર્ણ થયો હતો. આ કારણે 1 નંબરના બંગલાને “અપશુકન” ગણવાની માન્યતા આજે પણ જીવંત છે, અને નવી સરકારોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બને છે.
મંત્રીઓને કયા નંબરના બંગલા મળ્યા?
| મંત્રી | બંગલા નંબર |
| રમેશભાઈ કટારા | 10 |
| દર્શનાબેન વાઘેલા | 35 |
| કૌશિકભાઈ વેકરીયા | 42 |
| પ્રવિણભાઈ માળી | 23 |
| ડૉ. જયરામ ગામીત | 15 |
| ત્રિકમભાઈ છાંગા | 16 |
| કમલેશભાઈ પટેલ | 30 |
| સંજયસિંહ મહીડા | 11 |
| પી.સી.બરંડા | 32 |
| સ્વરૂપજી ઠાકોર | 38 |
| રિવાબા જાડેજા | 12A |
મંત્રીઓના બંગલાઓ સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓ (Gandhinagar)
ગાંધીનગર (Gandhinagar) ના મંત્રી નિવાસસ્થાન વિશે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રચલિત છે. અહીં “13 નંબર”નો બંગલો જ નથી, કારણ કે તેને અપશુકન માનવામાં આવે છે. એટલે જ 12 નંબર પછીનો બંગલો “12A” તરીકે ઓળખાય છે. કહેવામાં આવે છે કે 13 નંબરનો બંગલો બનાવવામાં ક્યારેય મંજૂરી આપવામાં આવી નહોતી. બીજી રસપ્રદ માન્યતા એ છે કે જે મંત્રી “26 નંબર”ના બંગલામાં રહે, તે ભવિષ્યમાં મુખ્યમંત્રી બની શકે છે. આ માન્યતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો : Vadodara : મહિલાઓએ ગૌ છાણમાંથી બનાવેલા દીવા કાશી ઘાટે પ્રજ્વલિત થશે


