Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : મંત્રીમંડળ વિસ્તરણના દોઢ મહિના બાદ નવા PAઅને PSની થઈ ફાળવણી

Gandhinagar : ગુજરાત સરકારના વહીવટ વિભાગ દ્વારા રાજ્યના કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓની કામગીરીને વધુ સુચારુ બનાવવા માટે, તેમના અંગત સચિવ (PS) અને અંગત મદદનીશ (PA)ની સત્તાવાર નિમણૂક અંગેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
gandhinagar   મંત્રીમંડળ વિસ્તરણના દોઢ મહિના બાદ નવા paઅને psની થઈ ફાળવણી
Advertisement
  • ગુજરાતના મંત્રીમંડળમાં નવા PA અને PSની ફાળવણી
  • દોઢ મહિના બાદ મંત્રીઓને નવા PA અને PSની ફાળવણી
  • નવા મંત્રી મંડળના વિસ્તરણ બાદ જોવાય રહી હતી લાંબા સમય થી રાહ
  • મંત્રીમંડળ વિસ્તરણના દોઢ મહિના બાદ PAઅને PSની થઈ ફાળવણી

Gandhinagar : ગુજરાત સરકારના વહીવટ વિભાગ દ્વારા રાજ્યના કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓની કામગીરીને વધુ સુચારુ બનાવવા માટે, તેમના અંગત સચિવ (PS) અને અંગત મદદનીશ (PA)ની સત્તાવાર નિમણૂક અંગેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

લાંબા સમયની પ્રતીક્ષાનો અંત

ગુજરાતમાં નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહને આશરે દોઢ મહિનો જેટલો લાંબો સમય વીતી ગયો છે. મંત્રીઓએ પોતાના પદના શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ પોતાની જવાબદારીઓ સંભાળી લીધી હતી, પરંતુ તેમના કાર્યાલયને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જરૂરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી ન હતી. જોકે હવે, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને આ પ્રતીક્ષાનો અંત લાવવામાં આવ્યો છે. આ નોટિફિકેશન દ્વારા રાજ્ય કક્ષાના મંત્રીઓ તેમજ કેબિનેટ કક્ષાના મંત્રીઓ માટે તેમના અંગત સચિવ (PS) અને મદદનીશો (PA) ની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

Advertisement

વહીવટી કામગીરીમાં પડતી મુશ્કેલીઓ નિવારાશે (PA-PS Appointment)

કોઈપણ મંત્રી માટે તેમના PA અને PS કરોડરજ્જુ સમાન હોય છે, કારણ કે મંત્રીના રોજીંદા કાર્યક્રમો, ફાઈલોનું કામકાજ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓમાં તેમની ભૂમિકા મહત્વની હોય છે. સુત્રોનું માનીએ તો છેલ્લા દોઢ મહિનાથી મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો હોવા છતાં, અધિકૃત સ્ટાફના અભાવે કામગીરીમાં અનેક અડચણો આવી રહી હતી. મંત્રીઓને પોતાના વિભાગના કામકાજમાં અને મુલાકાતીઓના સંકલનમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે જ્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિધિવત રીતે PA અને PS ની ફાળવણી કરી દેવામાં આવી છે, ત્યારે મંત્રીમંડળની કામગીરી વધુ વેગવંતી અને સુવ્યવસ્થિત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ નિર્ણયથી સચિવાલયની કામગીરીમાં પણ સરળતા આવશે.

આ પણ વાંચો :  AmitBhai Shah : ગાંધીનગરમાં CM, DYCM, મુખ્ય સચિવ, અધિકારીઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની બેઠક

Tags :
Advertisement

.

×